Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના લીમડી ચોક પાસે ગધેરાખેતરમાં જુગાર રમતાં 6 ઝબ્બે : 4 ફરાર

Share

પોલીસે સ્થળ પરથી 28 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ.
ભરૂચ એલસીબીની ટીમ બકરી ઇદ નિમિત્તે પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, લીમડીચોક પાસે ગધેરાખેતરમાં બાવળની ઝાડીઓમાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, 4 જુગારિયાઓ ચકમો આપી નાસી છુટ્યાં હતાં. જ્યારે રોહિત દિનેશ વસાવા, પુર્વેશ ખોડા વસાવા, ધવલ દિનેશ પટેલ, અજય સાવન વસાવા, સુનિલ રમેશ દેવીપુજક તેમજ સાજન રમેશ દંતાણી નામના 6 જુગારિયા ઝડપાયાં હતાં. ટીમે તેમની પાસેથી રોડકા રૂપિયા તેમજ બે મોબાઇલ મળી કુલ 28 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર થઇ ગયેલાં જુગારિયાઓ અંગે પુછતાં તેમના નામ અરૂણ અશોક દંતાણી, આર્યન કાલુ દંતાણી, નવીન ભરત વસાવા તેમજ તુષાર કનુ વસાવા હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તમામ વિરૂદ્ધ ભરૂચ બી ડીવિઝન પોલીસ મથકે  જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

Share

Related posts

ડ્રગ્સની હેરાફેરી પર મોટી કાર્યવાહી, CBI એ ઇન્ટરપોલ સાથે મળીને ચલાવ્યું ‘ઓપરેશન ગરુડ’.

ProudOfGujarat

પી.એમ મોદીએ કુનો નેશનલ પાર્કમાં છોડયા ચિત્તા, 74 વર્ષ પછી જોવા મળશે ચિત્તાની રફ્તાર.

ProudOfGujarat

ભરૂચ ફાંટાતળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી નો માહોલ સર્જાયો-ઘટનામાં 5 લોકો દબાયા.. એક મહિલાનું મોત-ચાર સારવાર હેઠળ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!