ભરૂચ તાલુકાના શુક્લતીર્થ પાટિયા પાસે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકાના સિંધોત ગામે ઉઘરાધાર ફળિયામાં રહેતાં રાજેન્દ્રસિંહ કેશરીસિંહ રાઠોડ સરકારી એસટી બસમાં ડ્રાઇવર તરીકે સીટી સેન્ટર ભરૂચ ડેપો ખાતે નોકરી કરે ે. તેઓ ગઇકાલે ભોલાવ એસટી ડેપોથી મુસાફરોને બેસાડીને નિકોરા-સિંધોતની ટ્રીપ લઇને નિકળ્યાં હતાં. દરમિયાનમાં વા શુક્લતીર્થ ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં સામેથી આવતી એક રેતી ભરેલી ટ્રકના ચાલકે તેમની બસને ધડાકાભેર અકસ્માત સર્જતાં ડ્રાઇવર સઇાડના ભાગે અકસ્માત સર્જાયો હતો. સદનશીબે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી. જોકે, એસટી બસને ભારે નુકશાન થયું હતું. તેમણે ટ્રક ચાલકને રોકી તેની પુછપરછ કરતાં તેનું નામ વિપુલ એ. વસાવા( રહે. શુક્લતીર્થ ) હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
