Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સમાં દારુની મહેફિલ માણતા બે પોલીસકર્મી ઝપડાયા

Share

એલસીબીની ટીમે બન્ને વિરૂધ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધી

। ભરૂચ ।

Advertisement

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આવેલાં વર્કશોપમાં બે પોલીસ કર્મીઓએ દારૂની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર પહોંચી બન્નેને ઝડપી પાડયાં હતાં. ટીમે તેમની સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ડી. એ. તુવર તેમજ તેમની ટીમ તપાસમાં બહાર નિકળી હતી. તે વેળાં તેમને બાતમી મળી હતી કે, પોલીસ હેડકવાટર્સમાં બે પોલીસ કર્મીઓ જ વિદેશીદારૂની મહેફીલ માણી રહ્યાં છે.જેના પગલે તેઓ તુરંત ટીમ સાથે ત્યાં દોડી ગયાં હતાં. તેમણે બન્ને પોલીસ કર્મીઓને ઝડપી પાડતાં તેઓ પૈકી એક જિલ્લા ટ્રાઠિક પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા લાલાભાઈ રાઠવા તેમજ વર્કશોષ મિકનિક(ડ્રાઈવર) નરસિંહ પટેલ હોવાનુ માલુમ પડયું હતું. એલસીબીએ બન્ને પોલીસ કર્મીઓ વિરૂધ્ધ બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય બાબત છે કે, બન્ને પોલીસકર્મીઓ દારૂની પાર્ટી કરતાં હતાં, તેના વિડિયો પણ વાયરલ થયાં હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

ગોધરા નગરપાલિકા દ્વારા સફાઇ કરી નિકાલ કરવામાં આવતા કચરામાં 5 ટનનો ઘટાડો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચમાં ટ્રાફિક પોલીસની કડક ચેકિંગ ડ્રાઈવ : ત્રણ દિવસ સુધી કાર્યવાહી ચાલશે

ProudOfGujarat

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે રહાડપોર ગામમાંથી એક મકાનની અંદરથી ચાર જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!