ભરૂચ.
રાજ્યભરમાં નશીલા પદાર્થોની બદી સદંતર રીને નેસ્તોનાબુદ કરવા તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાનધનમાં વધતાં ઉપયોગને રોકવા માટે તેમજ નાર્કોટિક્સના ગુન્હામાં જપ્ત કરેલો મુદ્દામાલ નાશ-નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવા માટે 21મી મેથી 19મી જૂન સુધી સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ જીલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ એસપી મયુર ચાવડા, તેમજ કમિટી સભ્ય અંક્લેશ્વના ડીવાયએસપી ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એસઓજી પીઆઇ એ. એ. ચૌધરીએ તમામ પોલીસ સ્ટેશનો સાથે સંકલન કરી જિલ્લામાં છેલ્લાં 10 વર્ષમાં ઝડપાયેલાં ડ્રગ્સના જથ્થાને નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન, આમોદ, અંક્લેશ્વર બી ડિવિઝન, ઝઘડિયા તેમજ દહેજ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો કુલ 608 કિલો 466 ગ્રામ 600 મિલીગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો જેની કુલ કિંમત 1.25 કરોડ થાય છે. તેનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પોલીસે શુક્રવારે દહેજ જીઆઇડીસી એસ્ટેટ ખાતે આવેલી બેઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
