Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ એક્શનમાં, અયોધ્યાનગર જવાના માર્ગ પરથી વિદેશી શરાબ ભરેલ કાર ઝડપાઇ.

Share

ભરૂચ જિલ્લામાં બુટલેગરો ફરી માથા ઊંચકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં અનેક સ્થળેથી પોલીસ વિભાગે છેલ્લા કેટલાક દિવસોમાં લાખોની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે, ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

ભરૂચ શહેરના લિંક રોડથી અયોધ્યાનગર જવાના માર્ગ પર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે વોચ ગોઠવી હતી જે દરમિયાન હુન્ડાઇ ક્રેટા ફોર વ્હીલ ગાડીને રોકી તેની તલાશી તેમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે ૩,૪૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે આશ્રય સોસાયટીમાં રહેતા પ્રીયાંક ઉર્ફે પીન્કો ધર્મેશભાઈ મહંત તેમજ ધોળીકુઈમાં રહેતા મહેન્દ્ર રમણ ગાંધી ઉર્ફે શકુભાઈ ટ્રેલરને ઝડપી પાડી મામલે ભરૂચનો નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ અને ભરત ઉર્ફે યોગેશ ઉર્ફે ફકાટ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી મામલે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં અલગ અલગ મદ્રેશાઓમાં અનેક બાળકો વતન વાપસી માટે લાચાર બન્યા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં સરકારી અનાજનું કાળાબજાર થતું હોવાની બુમ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરુપે ૪૮૭ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!