Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વામિનારાયણ મંદિર રોડ પર ટ્રક ફસાતા બે ક્રેન અને એક જીસીબીની મદદથી બહાર કાઢી

Share

ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડીને જોડતા માર્ગ પર પેવર બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરાઈ

। ભરૂચ ।

Advertisement

ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ૧૫ જુનથી ૫ જુલાઈ સુધી બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી પધાયાં છે ત્યારે હજારોની સંખ્યામાં હરિભકતો મંદિરે દર્શન, સત્સંગ કરવા આવતા હોય છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના પાછળના રોડની કામગીરીને લઈ હરિભકતોમાં નારાજગી જોવા મળી રહી છે. દરમિયાનમાં આ રોડ પર બ્લોક બેસાડવાની કામગીરી માટે મટીરીયલ લઈને આવેલી એક ટ્રક કસાઈ જતાં બે ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ઝાડેશ્વર ગામમાં એક જમાનામાં કાકાના હુમલા નામથી ઓળખાતા રાજકીય વ્યક્તિનો સિક્કો વાગતો હતો પરંતુ એમના નિધન બાદ ઝાડેશ્વર ગામનો વિકાસ રૂંધાઈ ગયો.

ઝાડેશ્વર ખસ સ્ટેશનથી થઈ નર્મદા ચોકડીને જોડતા માર્ગનું જિલ્લા પંચાયત દ્વારા માર્ગનું નિર્માણ થઈ રહ્યું છે જે એક દોઢ મહિના પહેલા ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી બ્લોકની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કામગીરી બંધ થતા હાલ ગામ પંચાયત ચુંટણી ટાણે કામગીરી ચાલુ કરવામાં આવી છે જે સ્વામિનારાયણ મંદિરના પાછળના ગેટથી નર્મદા ચોકડી સુધીના માર્ગ પર પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજરોજ આ માર્ગ ઉપર મટીરીયલ લઈ આવેલ ટ્રક ફસાઈ જતા ૨ ક્રેઈન અને ૧ જીસીબીની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી.

મંદિર આવતા હરિભકતો જણાવી રહ્યા હતા કે છેલ્લા એક દોઢ મહિનાથી આ માર્ગની કામગીરી બંધ કરી હતી ત્યારે હાલ મહંત સ્વામીજી ઝાડેશ્વર મંદિરે પધરામણી કરી છે ત્યારે જ તંત્રને કામગીરી કરવાની સમજ પડી. આ ઉપરાંત સ્થાનિક લોકોએ પણ ભારે બળાપો ઠાલવ્યો હતો. ઝાડેશ્વરની તમામ સોસાયટીના રહીશોએ માર્ગ માટે માર્ગ ઉપર ઉતરવું પડયુ હતુ અને ઝાડેશ્વર ગામ પંચાયતનો ઘેરાવો કરતાં જિલ્લા પંચાયત દ્વારા ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ સ્વામિનારાયણ મંદીરના પાછળના ગેટ થઈ નર્મદા ચોકડી સુધીનો માર્ગ તથા બીજો ઝાડેશ્વર આઈમાતા કીરાણા શોપથી લઈ સ્વામિનારાયણ મંદિરના આગળનો રોડ અને તુલસીધામમાં માર્કેટ વારો રોડ પર પેવર બ્લોકનું કામ આપે ત્રણ રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

આગામી ચૂંટણીમાં મતદાનમાં અસર પડવાની શક્યતાં

આવનાર ૨૨ જુને ગ્રામ પંચાયત ઈલેક્શન યોજાશે. ઝાડેશ્વર ગામમાં ૨૩૭૫ર મતદારો મતદાન કરશે ત્યારે સ્થાનિક લોકો આક્ષેપ રહ્યો છે કે ઝાડેશ્વર ગામમાં ઝાડેશ્વર ખસ સ્ટેશનથી લઈ ઝાડેશ્વર પંચાયત સુધીનો જ વિકાસ જોવા મળી રહ્યો છે ગામની તમામ સોસાયટીઓમાં કોઈ જ પ્રકારની સુવિધાઓ કે કોઈ જ પ્રકારનો વિકાસ રાજકીય પક્ષોએ કર્યો નથી ત્યારે આવનાર ૨૨ તારીખે મતદારોનો મિજાજ કેવો દેખાશે તે હવે જોવુ રહ્યુ. આવનાર ૨૨ જુને ગામ પંચાયત ચુંટણી યોજાશે ત્યારે ઝાડેશ્વર ગામમાં પાંચ પેનલો મેદાને ઉતરી છે જેમાં પ સરપંચના ઉમેદવારો અને ૯૭ સભ્યપદ માટે ઉમેદવારો મેદાને ઉતયાં છે. આવનારા દિવસોમાં મતદારો કોની પસંદગી કરે છે તે હવે જોવુ રહ્યુ.


Share

Related posts

નેત્રંગની સગીરાને લગ્નની લાલચ આપી અપરહણ કરનાર ઈસમ દિલ્લીથી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ નર્મદા ટોલટેક્ષ પર અજાણ્યા શખ્સે મારામારી કરી.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!