Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ભાજપ સરકારનો ભેદભાવપૂર્ણ હુમલો : સંદીપ માંગરોળા

Share

રાજ્ય સરકારના ઠરાવ વિરુદ્ધ કોંગ્રેસ ની મજબૂત રજૂઆત

ભરૂચ.

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC)ના મહામંત્રી સંદીપ માંગરોળાએ આજે રાજ્ય ની ભાજપ સરકારના એ નિર્ણયની નિંદા કરી છે, જેમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ખોટું અર્થઘટન કરી માત્ર એ કારણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવાની ના પાડી છે કે તેઓ મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પ્રવેશ પામેલા છે – જયારે હકીકત એ છે કે એડમિશન કમિટીઓ દ્વારા નિયમિત રીતે મળેલી બેઠકોને પણ રાજ્ય સરકારે “મેનેજમેન્ટ ક્વોટા” ગણાવવાનું શરારતભર્યું પગલું ભર્યું છે.જે કેન્દ્ર ની માર્ગદર્શિકા વિરૂધ્ધ છે. કોંગ્રેસે આ નિર્ણયને “આદિજાતિ સમુદાય ઓના ભવિષ્ય સાથે ખીલવાદ અને ષડયંત્ર” ગણાવ્યો છે.

કોંગ્રેસ ના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાએ જણાવ્યું કે, “આ નિર્ણય માત્ર ભેદભાવપૂર્ણ નથી, પણ બંધારણના કલમ 15(4), 46 અને 14નો સ્પષ્ટ ભંગ છે. કેન્દ્ર સરકારના સ્પષ્ટ પરિપત્રો હોવા છતાં રાજ્ય સરકારે ભ્રમજનક વિખંડન કર્યું છે – જે ભાજપની છૂપી આદિજાતિ વિરોધી નીતિનો ભાગ છે.”

સંદીપ માંગરોળાએ જણાવ્યું કે જો રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં નહીં ભરે તો કોંગ્રેસ આ મુદ્દે રોડ પર ઉતરીને આદિજાતિના વિદ્યાર્થીઓ માટે લડત ચલાવશે. “આ શિક્ષણના હક પર કાપ નથી – આ ભવિષ્ય ઉપર રાજકારણ છે. ભાજપના આદિવાસી સમાજ સાથેના ભેદભાવ સામે અમારી લડત સંવેદનશીલ અને શક્તિશાળી રહેશે.”

કોંગ્રેસની માંગણીઓ:
1. મેનેજમેન્ટ ક્વોટા સિવાયના તમામ પ્રમાણભૂત એડમિશન ધારક ST વિદ્યાર્થીઓને તરત શિષ્યવૃત્તિ આપવી.
2. રાજ્ય સરકારનો તા. 28/10/2024 નો ઠરાવ પાછો ખેંચવો અને કેન્દ્ર સરકારના દિ. 01/07/2010 તથા 01/04/2022 ના પરિપત્ર મુજબ સુધારા કરવા.
3. વંચિત વિદ્યાર્થીઓને અગાઉની શિષ્યવૃત્તિ તાત્કાલિક ચુકવવી.


Share

Related posts

લીંબડી ધંધુકા હાઇવે ઉપર કાર ચડી બેસી પલંગ પર પલંગ પર સુતેલાનો આબાદ બચાવ

ProudOfGujarat

વ્યાજખોરના ત્રાસથી વાલીયાના આદિવાસી શિક્ષક દંપતીએ વાલીયા પોલીસમાં લેખિતમાં રાવ નાંખી.

ProudOfGujarat

HTAT(મુખ્ય શિક્ષક )ને મૂળ શાળામાં સેટઅપ મુજબ મુકવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!