Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની એક સગીરા મંદીરે જવાનું કહીંને ઘરેથી નિકળ્યાં બાદથી ગુમ

Share

ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતી એક સગીરાએ તેની માતા એક ઘરે કામ કરવા ગઇ હતી. ત્યારે તેને જણાવ્યું હતું કે, હું ભાઇ સાથે દયાદરા ગામે મહાકાળી મંદિરે દર્શન કરવા જાંઉ છું. તેમ કહીં તે જતી રહી હતી. જોકે, તેના પંદરેક મિનીટ બાદ માતાએ તેના પુત્રને ફોન કરી સગીરા ઘરે આવી છે કે કેમ તેમ પુછતાં તેણે જણાવ્યું હતું કે  હજી આવી નથી. જેથી તેમના પુત્રએ સગીરાના મોબાઇલ પર ફોન કરતાં તેણે ફોન ઉઠાવી જણાવ્યું હતું કે, તે તેની બહેનપણીના ઘરે આવી છે. જેથી તેના ભાઇએ તેને લેવા આવું છું તે કહેતાં તેણે હું મારી રીતે ઘરે આવી જઇ તેમ જણાવી ફો કાપી નાંખ્યો હતો. જેથી તેનો ભાઇ તુુંત બાઇક પર તેની બહેનપણીને ત્યાં ગયો હતો. જોકે, તેની બહેનનો કોઇ પત્તો લાગ્યો ન હતો. તેમના સગાસંબંધીઓ તેમજ પરિચીતોને ત્યાં તપાસ કરવા છતાં સગીરાની કોઇ માહિતી નહીં મળતાં આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સગીરા ગુમથવાની અને કોઇ અજાણ્યો શખ્સ તેનું અપહરણ કરી ગયો હોવાની આશંકા સાથે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો.

ProudOfGujarat

ભરૂચનાં કસક અપ્સરા એપાર્ટમેન્ટમાંથી બોગસ તબીબ ઝડપાયો, મેડિકલને લગતા સાધનો દવાઓ સહિત 6 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

રાષ્ટ્રપતિના હસ્તે વડોદરાના બે ક્વોલિફાઇડ નર્સિંગ પ્રોફેશનલને ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ એનાયત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!