Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટંકારિયા ગામે આંકડાનો જુગાર રમાડતાં બે ઝબ્બે : 6 વોન્ટેડ

Share

ભરૂચ.
પાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારી્યા ગામના પાદરમાં આવેલાં સ્ટેટ બેન્ક પાસેની ચ્હાની લારી નજીક બે શખ્સો મુંબઇથી નિકળતાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડે છે. જેના પગલે ટીમે સ્થળ પર  દરોડો પાડીબે શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પુછપરછમાં એક શખ્સનું નામ મોહસીન હસન યુસુફ કોસીયા (રહે. કહાન ગામ) રિક્ષા ડ્રાઇવિંગ કરે છે.અને તેના મોબાઇલમાં તપાસ કરતાં વોટ્સએપમાં રાજા નામના શખ્સને તે આંકડા લખાવતો હોવાનું જણાયું હતું. તેણે કબુલ્યું હતું કે, તે તેના મિત્રો યુનુસ ભરૂચી ઉર્ફે રાજા (રહે. કહાન) અલી આદમ ભીમા ઉર્ફે મામુ (રહે. સિતપોણ) તેમજ વિજય ભીખા સોલંકી (રહે. ટંકારિયા) પાસેથી આંખડા લખી તેનો હિસામ તે ઇરફાન હાજી બીલાલને આપતો હતો. બીજા ઝડપાયેલાં શખ્સની પુછપરછમાં તેનું નામ મહમદ હનીફ ઉમરજી વેવલી (રહે. ટંકારિયા) હોવાનું તેમજ તે પણ તેના મંત્રો સુખદેવ વસાવા (રહે. ટંકારિયા)  હોવાનું તેમજ તે વલણ ગામના મુનાફ ઉર્ફે રાજકુમારને તેનો હિસાબ આપતો હોવાની કબુલાત કરતાં ટીમે તે બન્નેની ધરપકડ કરી બાકીના 6 લોકોને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવના ફોટો પર ટિપ્પણી કરનારા નેત્રંગનાં યુવક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ..!

ProudOfGujarat

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ત્રણ ગાબડા પડતા ખેતરોમાં પાણી કરી વળ્યાં

ProudOfGujarat

ભરૂચ શહેરનાં અયોધ્યા નગરનાં સંતોષી માતાનાં મંદિરની દાન પેટી તસ્કરો ઉઠાવી ગયા હોવાની ધટનાથી ભકતોમાં રોષ જોવા મળ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!