અંકલેશ્વર શારદા ભવન ખાતે ૧૨૦ ફિમેલ પોલિંગ ઓફિસર અને ૬૦ પ્રિસાઇડિંગ ઓફિસરોએ તાલીમ મેળવી
ભરૂચ
ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/પેટાચૂંટણીઓ ભરૂચ જિલ્લામાં ૨૧૫ ગ્રામ પંચાયતો માટે મતદાન આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ થનારું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પ્રાંત કચેરી વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/પેટાચૂંટણીઓ માટે શારદા ભવન ખાતે મહિલા પોલિંગ ઓફિસરો સુચારુ રીતે મતદાન પ્રક્રિયા પાજે તે માટે સૈદ્ધાંતિક અને હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટીકલ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર, અને પોલિંગ સ્ટાફને પણ ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ૧૨૦ ફિમેલ પોલિંગ ઓફિસર અને ૬૦ પ્રિસાઇડિંગ ઓફિસરોએ તાલીમ મેળવી હતી.
આ તકે, પ્રાંત અધિકારીએ ઉપસ્થિત ફિમેલ પોલિંગ ઓફિસર અને ૬૦ પ્રિસાઇડિંગ ઓફિસરોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમજ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી. આયોજિત આ તાલીમમાં મામલતદાર અંકલેશ્વર દ્નારા પ્રેઝનન્ટેશ આપી તેમણે વિવિધ જાણકારી આપી હતી જ્યારે માસ્ટર ટ્રેનર દ્વારા વિસ્તૃત રીતે ચૂંટણીલક્ષી કામગીરીના વિવિધ પાસાઓની જાણકારી આપવામાં આવી હતી.
