Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સેવાશ્રમ રોડ પર વ્યાજખોરે લારી ચલાવનારને ઢીબી નાંખ્યો

Share

રૂપિયા પરત કરી દીધાં છતાં બાકી બોલાવી ઉઘરાણી કરી
ભરૂચ.
ભરૂચ શહેરના નાના ડભોઇયાવાડ વિસ્તારમાં રહેતો મોહસિન શબ્બીર હૂસેન સેવાશ્રમ રોડ પર લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલાં તેને નાણાંકિય જરૂરિયાત ઉભી થઇ હતી. થોડા સમય માટે રૂપિયા મેળવવાં માાટે આમતેમ આંટા મારી રહ્યો હતો. તે વેળાં તેનો સંપર્ક શહેરના બાવારેહાન વિસ્તારમાં રહેતાં અસલમ નામના રિક્ષાવાલા સાથે થયો હતો. તેણે અસલમ પાસેથી 10 હજાર રૂપિયા લીધાં હતાં. જેનું તેણે વ્યાજ પણ ચુકવ્યું હતું. મોહસિને તેણે લીધેલાં તમામ રૂપિયાની ચુકવણી કરી લીધાં બાદ પણ અસલમે તેના હજી રૂપિયા બાકી છે તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં મોહસિન તેની લારી લઇને સેવાશ્રમ રોડ પર આઇસીઆઇસીઆઇ બેન્ક પાસે ઉભો હતો. તે વેળાં અસલમે રીક્ષામાં આવી તેના પર હુમલો કર્યો હતો. તેણે પાવડાનો ડંડો તેના માથામાં મારી દેતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાના પગલે આસપાસના લોકો એકત્ર થઇ જતાં તેમણે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ ત્યાં હાજર પૈકીના એક શખ્સે અસલમને પકડીને સિવિલ હોસ્પિટલ સુધી લઇ આવ્યો હતો. જોકે, બાદમાં તે ત્યાંથી નાસી છુટ્યો હતો. બનાવન પગલે તેમણે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

નડિયાદ સહીત જિલ્લાભરમાં નવરાત્રીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ઇન્ટરનેટનો કેબલ નાંખવાના બહાને ઘરમાં ઘુસી, મહિલાને ધમકાવી રોકડા-દાગીનાની લૂંટ

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો-ઉપરવાસમાં સારો વરસાદથી ડેમ સપાટીમાં વધારો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!