ભરૂચ :
ભરૂચ જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક ઊભી થઈ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા આગામી 1 નવેમ્બર, 2026ના રોજ સવારે 8 વાગ્યે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં નેશનલ ઓર્ગેનિક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NOCIL) દ્વારા કેમિકલ ક્ષેત્રને લગતી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. જેમાં ડિપ્લોમા ઇન કેમિકલ, બી.ઈ. કેમિકલ, બી.ટેક. કેમિકલ તથા બી.એસસી. કેમિસ્ટ્રી પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે.
ઔદ્યોગિક ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા અને ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતીમેળો રોજગારી મેળવવાની તક બની શકે છે. રસ ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત તારીખે અને સમયે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ ખાતે જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવું.
આ અંગેની માહિતી જિલ્લા રોજગાર અધિકારી, ભરૂચ દ્વારા અખબારી યાદી મારફતે આપવામાં આવી છે.
