Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ક્રૂરતાની હદ! દોઢ મહિનાના માસૂમ પપી(શ્વાનનું બચ્ચુ)ની આંખો ન હોવાની ઘટના, જીવદયા પ્રેમીઓમાં રોષ : ઝાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે કચરાના ઢગલામાંથી પીડિત હાલતમાં મળ્યું બચ્ચું, મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સારવારનો ખર્ચ ઉઠાવાયો

Share

 

ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સામે ગ્રેજ્યુએટ વડાપાવની બાજુમાં કચરાના ઢગલામાંથી આશરે દોઢ મહિનાનું માસૂમ પપી (શ્વાનનું બચ્ચુ) અત્યંત પીડાદાયક હાલતમાં મળી આવ્યું હતું. તેની આંખો ન હોવાની અને ઘામાં જીવાત પડી ગઈ હોવાની વિગતો સામે આવતાં જીવદયા પ્રેમીઓમાં દુઃખ અને રોષની લાગણી ફેલાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ, જીવસેવિકા માયાને પપીના કરાહવાનો અવાજ સંભળાતાં તેઓ સ્થળ પર પહોંચ્યાં હતાં. બચ્ચાની ગંભીર હાલત જોઈ તેમણે મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટનાં સ્થાપક મધુ જૈનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પપીને ટ્રસ્ટના પેનલ ડૉક્ટર ડૉ. કૃણાલ લેઉવાના PAWSITIV VETERINARY CLINIC ખાતે સારવાર માટે લઈ જવાયું હતું.

પ્રાથમિક તપાસ દરમિયાન પપીની આંખો કોઈ વ્યક્તિએ કાઢી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, આ અંગેની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પપીની સારવાર ચાલી રહી છે અને તેનો સંપૂર્ણ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવી રહ્યું છે.

આ ઘટનાએ બેજૂબાન પ્રાણીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. જીવદયા પ્રેમીઓએ ઘટનાની તપાસ કરી જવાબદાર વ્યક્તિની ઓળખ થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લોકોને માહિતી હોય તો સંબંધિત અધિકારીઓને જાણ કરવા અપીલ કરી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ તરફ વાલીઓનો વધ્યો વિશ્વાસ, ખાનગી શાળાઓમાંથી 685 વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં લીધો પ્રવેશ

ProudOfGujarat

રાજપીપળાનાં ચિરાગ પટેલને ફેસબુક પર મેસેજ મુકવો ભારે પડયો.

ProudOfGujarat

અંકલેશ્વર કોરોના પોઝીટિવ દર્દીનાં મોતનાં સમયે પડતી તકલીફો માટે અલગ શબવાહિની અને એક કાર્યકરોની ટીમ બનાવવા માટે માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!