દહેજ-આમોદ રોડ પર વજાપરા ગામની ઘટના
ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં ગોલાદરા ગામે મંદિર ફળિયામાં રહેતાં લક્ષ્મણ પુંજા ગોહિલ દહેજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ રાત્રીના પોણા દશ વાગ્યાના અરસમાં તેમની બાઇક પર દહેજ પોલીસ સ્ટેશન જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં વજાપરા ગામના પાટિયા પાસે એક શખ્સ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો મળી આવ્યો હતો. કોઇ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ઘટના સ્થળેથી વાહન લઇને ભાગી ગયો હોવાનું જણાયું હતું. જેથી તેમણે તુરંત દહેજ પોલીસમાં જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.બીજી તરફ આસપાસના લોકો પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં. પોલીસે શખ્સની પુછપરછ કરતાં તેણે પોતાનું નામ ભરત ડાહ્યાજી ઠાકોર ( રામોસણા, મહેસાણા) હોવાનું માલુમ પડ્યું હતું. અરસામાં એમ્બ્યુલન્સ આવી જતાં તેને તાત્કાલિક ભરૂચની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધ
