Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઘરમાં પરિવાર સુતો હતો ને તસ્કરોએ 3.60 લાખનો હાથફેરો કર્યો

Share

ભરૂચના ઘીકોડિયા ખાતે રાત્રે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના પટેલ સુપર માર્કેટ સામે આવેલાં ઘી કોડિયા વિસ્તારમાં રહેતાં મિહીર ભુપેન્દ્ર પટેલ તેમજ તેના પિતા-માતા બે બહેનો અને દાદી ઘરે સાથે રહેતાં હતા. દરમિયાનમાં ગત 19મીની રાત્રે તેઓ તેમના ઘરે રાત્રીના સાડાબારેક વાગ્યે સુઇ ગયાં હતાં. જે બાદ બીજા દિવસે સવારે સાડા સાતેક વાગ્યે તેઓ જાગતાં તેમની તિજોરીનો દરવાજો ખુલ્લો હોવાનું જણાતાં તેમણે કબાટમાં તપાસ કરતાં તેમાંથી સોના-ચાંદીના સોનાના દાગીના તેમજ રોકડા 23 હજાર મળી કુલ 3.60 લાખથી વધુની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગે સપાટો બોલાવ્યો : જિલ્લામા 3 જગ્યાઓ પરથી નકલી ડોકટરોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લાગતા તમામ પર્યટન સ્થળો તા. ૨૯/૦૩/૨૦૨૧, સોમવાર ધુળેટી પર્વે પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે.

ProudOfGujarat

અમદાવાદમાં 2016 માં ક્રાઇમ બ્રાંચમાં જ કોન્સ્ટેબલની હત્યા કરનાર મનીષ બલાઈને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!