ભરૂચ.
દહેજ પોલીસની ટીમ ખાનગી વાહનમાાં પેટ્રોલિંગમાં હતી તે વેળાં તેમને બાતમીદાર થકી ચોક્કસ માહિતી મળી હતી કે, એક શખ્સ મુલેર ચોકડી તરફથી આમોદ રોડ પર થઇ દહેજ એક્સેસ સ્કૂટર પર દેશીદારૂનો જથ્થો લઇ જઇ રહ્યો છે. જેના પગલે ટીમે કઠોદરા ગામ પાસે યુપીએલ કંપની પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાાં બાતમી મુજબની એક્સેસ મોપેડ આવતાં ટીમે તેને રોકાવતાં ચાલકનુ઼ નામ વિશ્વાસ મનહર ઠાકોર હોવાનું જણાવ્યું હતું.ટીમે તલાશી લેતાં તેની સીટ પર દોરડીથી બાંધેલી ચેઇન વાળી બે થેલાંમાં દેશીદારૂનીનો જથ્થો ભરેલો હોવાનું જણાતાં તેની ગણતરી કરતાં કુલ 40 હજારની કિંમતનો 200 લીટર દારૂ ભરેલો જણાયો હતો. ટીમે દેશીદારૂનો જથ્થો તેમજ સ્કૂટર મળી કુલ 90 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તેની પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, તે દહેજના સુરેશ મેલા રાઠોડ તેમજ સંજય ઉર્ફે બાટલો રાઠોડે તેની પાસે દેશીદારૂ મગાવ્યો હોવાથી તે તેને આપવા માટે જઇ રહ્યો હતો. દહેજ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી સુરેશ મેલા રાઠોડ તેમજ સંજય ઉર્ફે બાટલો રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો હતો.
