Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રેમિકાએ સંબંધ તુટ્યાં બાદ અન્ય યુવાન સાથે જતી રહેતાં પ્રેમિએ તેમનના અંગતપળોના વિડીયો વાયરલ કર્યાં

Share

ભરૂચ.
ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતી યુવતિને સોશિયલ મિડીયા પર ભરૂચના રજની મિસ્ત્રી નામના યુવાન સાથે મૈત્રી થઇ હતી. રજની મિસ્ત્રી ભરૂચના એક સ્મશાન ઘાટ પર મડદા બાળવાનું કામ કરતો હતો.  મોબાઇલમાં ચેટ કરતાં કરતાં બન્ને વચ્ચે પ્રણય પ્રાંગર્યો હતો. બાદમાં તેઓ એક બીજાને મળતાં થયાં હતાં. રજની મિસ્ત્રી પરીણિત હોવાનું જાણવા છતાં બન્ને વચ્ચેનો પ્રેમ એટલો વધી ગયો હતો કે તેમણે તમામ હદ વટાવી લીધી હતી. તેઓ તેમના અંગત પળો માણતાં હોય ત્યારે રજનીએ તેમના વિડીયો પણ બનાવી લીધાં હતાં. અરસામાં કોઇ કારણસર તેમની વચ્ચે મનભેદ થતાં પ્રેમી યુગલ છુટું પડી ગયું હતું. યુવતિએ થોડા સમય બાદ અન્ય એક યુવાન સાથે પ્રેમ સંબંધ થઇ જતાં તે તેની સાથે લીવ-ઇન રિલેશન શીપમાં રહેવા લાગી હતી. દરમિયાનમાં રજનીને તેની જાણ થતાં તે યુવતી સાથે રહેતાં યુવાનને મળ્યો હતો. તેણે તેને ધાકધમકીઓ આપી હતી. તેણે તેને જણાવ્યું હતું કે, આ યુવતિ સાથે મારે પ્રેમ સંબંધ છે, તે મારી છે. તું અમારી વચ્ચે ના આવ. ઉપરાંત રજનીએ યુવતી સાથેના તેમના અંગતપળોના વિડીયો પણ તેને બતાવ્યાં હતાં. જે અંગે યુવતિને જાણ થતાં તેણે રજનીને તેનું જીવન ન બગાડવા માટે આજીજી કરી હતી જોકે, તે માન્યો ન હતો. જેથી આખરે યુવતિએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મામલામાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યાં છે.

Share

Related posts

અડાજણ પોલીસ મથક સુરત ખાતે સૃષ્ટિ વિરુધનું કૃત્ય અંગેનું ગુનો નોંધાયો: વાંચો કેમ અને કેવી રીતે ??

ProudOfGujarat

અંકલેશ્વરના ઉટીયાદરા ગામની સીમમાં પી.જી ગ્લાસ કંપનીમાં ધાડ અને ટ્રિપલ મર્ડરના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

હાંસોટ ખાતે NCT ની પાઈપમાં ભંગાણ પડવાથી ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ખેતરમાં પ્રવેશતા કલેકટર સમક્ષ નુકસાન વળતર ચૂકવવાની માંગણી કરતું પ્રકૃતિ સુરક્ષા મંડળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!