Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રથમ વરસાદમાં જ ખુલ્યો ભ્રષ્ટાચાર – અંકલેશ્વર વાલિયા બુરહાનપુર -13 પર ભારે ધોવાણ

Share

સંદીપ માંગરોળાની જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ

ભરૂચ.

Advertisement

અંકલેશ્વર-વલિયા-નેત્રંગ રાજય ધોરીમાર્ગ નં. 13 પર પ્રથમ વરસાદે જ માર્ગની હાલત દયનીય બનાવી દીધી છે. શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા કરવામાં આવેલ પુનઃનિર્માણ કાર્ય પહેલા વરસાદે જ ઢળી પડ્યું છે. રસ્તા પર પડેલા ખાડા દિલના આકારમાં જોવા મળે છે, પરંતુ જો કોઈ આ ખાડામાં પડી જાય તો સાચા અર્થમાં તેનું દિલ બંધ થઈ શકે છે.

સંદીપ માંગરોલા દ્વારા અગાઉ આ મામલે દર્શાવેલી આશંકા હવે હકીકતમાં ફેરવાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા કામની ખાતરી કે ખરાઈ કરવામાં આવી નથી, પરંતુ કોગ્રેસ દ્વારા તો પહેલેથી જ ચીમકી આપી હતી કે આ કાર્ય ભ્રષ્ટાચારયુક્ત છે. આજની સ્થિતિ એ સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યાં છે.

અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા, પ્રશ્ન ઉઠે છે કે રસ્તા પર પડેલા ખાડામાં દુર્ઘટનાગ્રસ્ત થનારા વાહનચાલકોની જવાબદારી કોણ લેશે? શું તંત્ર હવે પણ સૂતેલું રહેશે?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાત્કાલિક માગ કરી છે કે:
• શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે
• માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવે
• ભવિષ્યમાં આવી ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી ફરીથી ના થાય તે માટે કડક મોનીટરીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવે


Share

Related posts

ઝઘડિયાના વેલુગામ ગામે ભત્રીજાએ કાકાને ધારીયું મારી ઇજાગ્રસ્ત કરતા ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડી પાસે ઇકો ચાલક અને રિક્ષાચાલક વચ્ચે મારામારી : એકને ઇજા.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જુગાર રમતા ૧૬ જુગારીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!