Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યાત્રાધામ માટે મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામોના વિકાસની કામગીરી માટે જમીન ફાળવવાની મંજૂરી અપાઈ

Share

મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત અને મઘ્યપ્રદેશના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને નર્મદા પરિક્રમા માર્ગ પર પડતી વિવિધ મુશ્કેલીઓ હવે બનશે ભૂતકાળ

ભરૂચ

Advertisement

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે સર્વે નંબર ૫૫૩,૧૦૦૯૧ ચો. મી. જમીન નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ-૩ હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતેના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને માર્ગમાં પડતી વિવિધ મુશ્કેલીઓથી હવે ભૂતકાળ બનશે. ત્યારે રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થેમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતુ (ઉદ્યોગ અને ખાણ) દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર ૫૫૩,૧૦૦૯૧ ચો. મી.જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.


Share

Related posts

અંકલેશ્વર : આખરે આ દબાણમાંથી કયારે મળશે મુક્તિ ? ફૂટફાટ પર દબાણ અને વાહનો માર્ગ પર જ પાર્ક થતાં ટ્રાફિકજામની સર્જાય છે સમસ્યા.. જાણો વધુ.

ProudOfGujarat

નડિયાદ સહિત અલગ અલગ જગ્યાએથી ૭ વાહનોની ચોરી કરનાર રિઢો ગુનેગાર ઝડપાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નવા ૬ કોરોના પોઝિટીવ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ૨૬૯ થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!