Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ મનરેગા કૌભાંડ : મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના બંન્ને પ્રોપરાઈટરો સહિત વધુ ૩ ની ધરપકડ

Share

હીરા જોટવા અને રાજેશ ટેલરના ૬ દિવસના રિમાન્ડ મંજૂર : અન્ય ૪ ના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચ.
ભરૂચ મનરેગા કૌભાંડમાં પોલીસે હવે આરોપીઓ પર સંકજો કસવાનું શરૂ કરી દીધુ છે. ગુરૂવારે જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ટેકનીશિયન રાજેશ ટેલરની ધરપકડ પોલીસે કરી હતી તેમની પુછપરછમાં હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની પણ સંડોવણી બહાર આવતા તેને પણ પોલીસે દબોચી લીધો હતો. પોલીસે આ ઉપરાંત મનરેગા કૌભાંડ આચરનારી મુરલીધર એન્ટરપાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝના બંન્ને પ્રોપરાઈટર સહિત એક વહીવટદારની ધરપકડ કરી છે. હીરા જોટવા અને રાજેશ ટેલરને કોર્ટમાં રજૂ કરતા તેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જયારે અન્ય ૪ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત પોલીસે હાથ ધરતાં તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયાં હતાં.
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા હાંસોટ, જંબુસર અને આમોદમાં મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડની ખાયકીના કૌભાંડમાં પોલીસ તપાસમાં જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાનું નામ બહાર આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતના ટેકનીશ્યન કે જેને હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય થકી તેના ખાતામાં ૪૦ લાખથી વધુની રકમ અપાઈ હતી તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. બંન્નેની પુછપરછ બાદ દિગ્વિજય જોટવાને જુનાગઢથી પોલીસે ઝડપી પાડયો હતો. બીજી તરફ મનરેગા કૌભાંડના મુખ્ય આરોપી એવા જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર પીયુષ નુકાણી અને જોધા સભાડ તેમજ તેમના વહીવટદાર સરમન સોલંકીની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યુ છે કે. સરમન સોલંકી આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકાના અધિકારીઓ, સ્ટાફ સાથેના વહીવટમાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. હીરા જોટવાનો તે અંગત માણસ હોય સમગ્ર કૌભાંડમાં તેની પણ મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યુ છે. બીજી તરફ રાજેશ ટેલર ૨૦૧૧ થી કરાર આધારિત ટેકનીશ્યન આસીસ્ટન્ટ તરીકે ફરજ પર હતો. દરમ્યાનમાં તે બંન્ને એજન્સીઓના સંપર્કમાં આવ્યા બાદ તેઓ વચ્ચે ગાઢ ધરાબો થઈ ગયો હતો. રાજેશ ટેલરનું કામ જે તે ગામમાં મનરેગા હેઠળ કામગીરી કરવાની હોય તેનુ એસ્ટીમેન્ટ બનાવવાનું હતું. ટીડીઓ દ્વારા તેને જયારે પણ આ કામગીરી સોપાય ત્યારે તે એસ્ટીમેન્ટ તૈયાર કરીને દિગ્વિજયને મોકલતો હતો. જેમાં દિગ્વિજય સુધારા-વધારા કરીને રાજેશ ટેલરને પરત મોકલે તે બાદ તે ટીડીઓને એસ્ટીમેન્ટ જમા કરતો હતો. માત્ર હાંસોટ જ નહી પરંતુ આમોદ અને જંબુસરમાં થયેલા કામોમાં પણ એસ્ટીમેન્ટ બનાવવા સહિતની કામગીરીમાં તેનો મુખ્ય રોલ હતો. પોલીસે હીરા જોટવા તેમજ રાજેશ ટેલરને કોર્ટમાં રજૂ કરતા અદાલતે બંન્નેના 6 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે બીજી તરફ તે બાદ ઝડપાપેલા દિગ્વિજય જોટવા, પિયુષ નુકાણી, જોધા સભાડ અને સરમન સોલંકીને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરાઈ છે.

Share

Related posts

ભરૂચમાં સિઝરો દ્વારા ધાકધમકી અપાતાં યુવાનનું એટેકથી મોત થવાના મામલામાં ચાર આરોપીની ધરપકડ : સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરાયો

ProudOfGujarat

નડિયાદની જિલ્લા કલેક્ટર કચેરી પાછળ કચરાના ઢગલામાંથી વિવિધ શાખાના રબર સ્ટેમ્પ સિક્કા મળી આવતા અધિકારીઓ દોડતા થયા

ProudOfGujarat

સુરત : લસકાણા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષકોની નવી ભરતીના શિક્ષકોના સ્થળ પસંદગી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!