Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શુભ ભાવથી સેવા ભાવથી ભક્તિ કરીશું તેજ આપણી સાથે આવશે: પૂજ્ય મહંત સ્વામી

Share

ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ સંયોગી અભિવાદન મહાસભાનો 15000 હજાર હરિભક્તોએ લાભ લીધો

સ્વામિનારાયણ ભગવાન એ આપવા વાળી બેંન્ક છે લેવાવાળી બેંન્ક નથી કન આપી મન લેવાનું છે પૂજ્ય મહંત સ્વામી

Advertisement

। ભરૂચ ।

ઝાડેશ્વર BSPS સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 15 જૂનથી 5 જુલાઈ સુધી સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતાં મંદિર પરિષદમાં વિવિધ કાર્યક્રમ ચાલી રહ્યા છે જ્યારે ગત તારીખ 29 ને રવિવારના રોજ અન્નકુત સહયોગી અભિવાદન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15000 થી પણ વધારે હરિભક્તોએ આ મહાસભાનો લાભ લીધો હતો

સ્વામિનારાયણ મંદિરના સભા ગૃહમાં તમામ હરિભક્તોને પૂ. મહંત સ્વામીએ સમિપ દર્શન આપ્યા હતા. 15 જૂનથી ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામી નું આગમન થતાંજ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે જ્યારે 15 જૂનથીજ મંદિર પરિષદમાં વિવિધ કાર્યક્રમનો ધમધમાટ ચાલી રહ્યો છે રોજ પ્રાપ્ત પૂજા આરતી પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે તારીખ 29 ના રોજ પણ અન્નકૂટ સહયોગી અભિવાદન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અન્નકૂટ મહાસભા માં ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી એ ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટની સેવા કઈ રીતે સરુ થઈ તે વિષે વિશેષ વાત કરી હતી મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે વર્ષ 2002માં ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીને સંકલ્પ આવતા તેઓએ મંદિરે વિશેષ અન્નકૂટનું આયોજન કર્યું હતું જેમાં માત્ર 3000 જેટલા જ હરિભક્તો આ અન્નકૂટ સેવામાં જોડાયા હતા જ્યારે હાલ વર્તમાનમાં ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 2024 માં ઝાડેશ્વર મંદિર ખાતે 30.000 થી પણ વધુ લોકો અન્નકૂટ ની સેવામાં જોડાયા છે ત્યારે આજે આ અન્નકૂટની સેવામાં વિશેષ યોગદાન આપનાર તમામ હરિભક્તોને અન્નકૂટ અભિવાદન મહાસભામાં પૂજ્ય મહંત સ્વામી તેઓને આશીર્વાદ પાઠવ્યા હતાં


Share

Related posts

નડિયાદ : કમળા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા મકાનો તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ProudOfGujarat

રાજપીપળા : શૂલપાણેશ્વર નર્મદા ઘાટના બાંધકામ અન્વયે ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા વાહનવ્યવહારનો રૂટ ડાયવર્ઝન કરાયો.

ProudOfGujarat

ઇન્ટરેક્ટ મોડેલ યુનાઈટેડ નેશન્સ ભરૂચ સ્થિત સંસ્થા દ્વારા મેન્સ્ટ્રલ હાઈજિન ડે નિમિતે સમગ્ર ભરૂચમાં સેનેટરી પેડનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!