Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઈખર ગામની સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

Share

પાલેજ
ભરૂચના આમોદના ઈખર ગામે નવી નગરીમાં રહેતા હસમુખભાઈ વસાવાની દીકરી દિપીકાબેન વસાવાએ દુપટ્ટા વડે ઘરે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સગીરાએ અગમ્ય કારણસર દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતું. સગીરાને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. સગીરાએ જીવન ટુંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આમોદ સામુહિક કેન્દ્ર ખાતે સગીરાના સગા સંબંધીઓ સહિત ફળીયાના લોકો પણ આવી પહોંચ્યા હતા. બનાવની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકનો કબજો મેળવી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share

Related posts

નર્મદા જીલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલના દેવ શાહે હેટ્રિક મારી  અગાઉ સ્કૂલ અને તાલુકા કક્ષા એ પ્રથમ નંબર બાદ હાલ જીલ્લા કક્ષા એ દ્વિતીય સ્થાન મેળવ્યું 

ProudOfGujarat

રેસ્ટોરામાં જમવાનું ટૂંક સમયમાં સસ્તું થશે, સર્વિસ ચાર્જ પર પ્રતિબંધ લાગી શકે છે.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર અજાણ્યા વાહન ની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!