હીરા જોટવા તેમના પુત્ર સહિત ૬ જણા હાલ રિમાન્ડ પર : તેમની ઓફીસોમા સર્ચ કરાશે
। ભરૂચ
ભરૂચના મનરેગા કૌભાંડમાં પોલીસે જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય સહિત ₹ જણાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા હાલમાં તેઓની પુછપરછ હાથ ધરી છે. બીજી તરફ વેરાવળ ખાતેની તેમની કચેરીઓમાં પણ તપાસ કરવાની કવાયત હાથ ધરી છે ત્યારે મનરેગા કૌભાંડને લઈને જિલ્લામાં અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. ભાજપના કેટલાક નેતાઓ પણ મામલામાં સંડોવાયા હોવાની ભારે લોકચર્ચા ચાલી રહી છે. જો કે પોલીસ દ્વારા મામલામાં તબક્કાવાર રીતે તપાસ ચાલી રહી હોય તેમની સંડોવણી હોય તો તેઓ પણ પોલીસ સંકજામાં આવશે તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા હાંસોટ, આમોદ અને જંબુસરમાં વેરાવળની બે એજન્સીઓ મુરલીધર એન્ટરપ્રાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝ દ્વારા મનરેગાના કામોમાં ૭.૩૦ કરોડની ખાયકી કરી છે જેની ફરિયાદ નોંધાતા એ.ડીવીઝન પોલીસે મામલામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા તેમજ તેમના પુત્રની દિગ્વિજય સહિત 6 જવાની ધરપકડ કરી છે હાલમાં તેઓ તમામ પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. તેઓ દ્વારા કયા કયા અધિકારીઓ અને કર્મચારીઓને તેમજ રાજકીય નેતાઓને રૂપિયાની લેવડ-દેવડ કરાઈ છે તેની વિગતો મેળવવાની કવાયત પોલીસે હાથ ધરી છે. બીજી તરફ વેરાવળ ખાતેની તેમની કચેરીઓ ખાતે પણ પોલીસ દ્વારા ચેકીગ કરી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે મનરંગા કૌભાંડમાં માત્ર કોંગ્રેસના જ નહી પરંતુ ભાજપના નેતાઓના હાથે પણ ખરડાયેલા હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. આમોદ, જંબુસર વિસ્તારમાં થયેલા કામોમાં ભાજપના મોટા હોદેદારની ભૂમિકા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે પોલીસ દ્રારા તમામ પાસાઓની તપાસ કરી મામલામાં જે કોઈ સંડોવાયુ હોય તેમને ઝડપી પાડવામાં આવશે તેમ જણાવ્યુ છે.
એક મહિલા કર્મચારીએ નોકરી છોડવી પડી મનરેગા વિભાગમાં એક મહિલા કર્મચારી ૨૦૨૦-૨૧ માં ફરજ બજાવતી હતી ત્યારે એજન્સીઓ દ્વારા ખોટા બીલો મુકવામાં આવ્યા હતા. કેટલાક બીલો ૮૦-૨૦ ના રેસિયા પ્રમાણે મુકાયા હતા. મનરેગાની કામગીરીમાં 60:40 નો રેસિયો જાળવવાનો હોય મહિલા કર્માએ તેમના બીલોને લઈને ઈન્કાર કરતા સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર તેમની સામે ઉચ્ચ અધિકારીઓને ખોટી રજુઆત કરવામાં આવતી હતી. જેના પગલે અધિકારીઓ પણ તેમને કોઈને કોઈ પ્રકારની નોટીસો ફટકારતા હોય મહિલાને આખરે આ નોકરી છોડવી પડી હતી.
સરમન સોલંકીની જેમ અન્ય એક વચેટીયો પણ રડારમાં મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ દ્વારા ત્રણ તાલુકાઓમાં મનરેગાના કામ કરવામાં આવ્યા હતા ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંકલન સાધી સમગ્ર કૌભાંડ સુપેરે પાર પડે તે માટે સરમન સોલંકી તમામ સાથે સંપર્કમાં રહી વહીવટ કરતો હતો. તેની સાથે સાથે જંબુસરનો જ અન્ય એક વહીવટદારની પણ આ પ્રકરણમાં ભૂમિકા સામે આવી રહી છે. ત્યારે નજીકના દિવસોમાં પોલીસ તેને પણ સંકજામાં લે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે.
તત્કાલીન ડીડીઓની ભૂમિકા સામે પણ પ્રશ્નાર્થ મનરેગા કૌભાંડની કરિયાદ ખાદ સમગ્ર મામલો ભારે ચકચાર મચાવી રહ્યો છે એક તરફ પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવાનુ શરૂ કરી દીધું છે ત્યારે બીજી તરફ વહિવટી તંત્રએ પણ કરાર આધારિત અને આઉટસોર્સના ૨૧ કર્મચારીઓને છૂટા કરી દીધા છે. દરમ્યાનમાં સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે, તત્કાલીન ડીડીઓ દ્વારા કરાર આધારિત અને આઉટસોર્સના કર્મચારીઓ પર દબાણ કરીને કામગીરી કરાવતી હતી. બીજી તરફ કરાર આધારિત કર્મચારીઓની ભરતીની સત્તા પણ ડીડીઓ પાસે જ હોય આવા કૌભાંડી કર્મચારીઓની ભરતીને લઈને તેમની ભૂમિકા સામે પણ પશ્નાર્થ ઉભો થયો છે.
