Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં ઝડપાયેલાં 3.59 કરોડના કેમિકલ ચોરીના કારસામાં મુખ્ય સુત્રધાર ઝડપાયો 

Share

બલરામ હોટલ પાસે સ્ટેરીન કેમિકલ ભરેલાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતાં હતાં
દહેજ પોલીસે જે તે સમયે ૪ જણાની ધરપકડ કરી હતી
ભરૂચ.
દહેજ પોલીસની ટીમે ૨૦મી જૂનની રાત્રે દહેજમાં આવેલી બલરામ હોટલ પાસે કંપનીમાંથી નિકળતાં ટેન્કરોમાંથી સ્ટેરીન કેમિકલની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડયાં હતાં. ટીમે જે તે સમયે ૪ આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મુખ્ય સુત્રધાર સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાન ફરાર હતો. બીજી તરફ નબીપુર પોલીસે પણ હાઈવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું હતું. જ્યાં સત્તાર સહિત ત્રણ જણા ઝડપાયાં હતાં. દરમિયાનમાં દહેજ પોલીસે સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાનની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી.
દહેજ પોલીસને ૨૦મી જૂને બાતમી મળી હતી કે, બલરામ હોટલ પાસે કેટલાંક શખ્સો કેમિકલ ભેરલાં ટેન્કરો ઉભા રખાવી તેમાંથી કારબામાં કેમિકલ ચોરી કરે છે. જેના આધારે ટીચે સ્થળ દરોડો પાડતાં ચાર જણા ઝડપાયાં હતાં. તેમની પુછપરછમાં તેમના નામ રમઝાનશા ઈસ્માઈલશા દિવાન (રહે. ઈન્ડોર, ઝપડિયા) તોસીફશા ઉસ્માના દિવાન (રહે. વલણ,તા. કરજણ), ભેરારામ નારાયણરામ ચીપરી (રહે. ઝાલોર, રાજસ્થાન) અને બાબુલાલ હનુમાનજી ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન) હોવાનું માલુમ પડયું હતું. તેઓ ત્યાં કંપનીમાંથી સ્ટેરીન કેમિકલ ભરીને આવતા ટેન્કરોના વાલ્વ બોક્ષ ખોલીને તેમાંથી પાઈપ લગાવી ૩૫ લીટરના કારબાઓમાં તેઓ કેમિકલ ભરતાં હોવાનું માલુમ પડયું હતું. ટીમે સ્થળ પરથી ૭ ટ્રક, એક પિકઅપ જીપ તેમજ કેમિકલ ભરેલાં ૩૫ લીટરના કારબા તેમજ ખાવી કારબા ઉપરાંત મોબાઈલ તેમજ ૨.૧૦ કરોડની મત્તાનું કુલ ૨૧૭.૨૧ મેટ્રીક ટન કેમિકલ મળી કુલ ૩.૫૯ કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો. કારસાનો મુખ્ય સુત્રધાર ગણાતો પાલેજનો સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાન સહિત ૭ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. દરમિયાનમાં નીબપુર પોલીસની હદમાં એલસીબીએ પણ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું હતું. જેમાં સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાન સહિત અન્ય આરોપીઓ ઝડપાયાં હતાં. દહેજ પોલીસે ટ્રાન્સફર વોરંટથી સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાનની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવાની કવાયત હાથ પરી છે.પાથમિક તપાસમાં સમીર ઉર્ફે સત્તારશા મલંગશા દિવાન જ મુખ્ય સુત્રધાર હોવા સાથે તે જ ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરી અમદાવાદના બે શખ્સોને વેંચતો હોવાની કબુલાત કરી હતી.

Share

Related posts

સુરતના ભેસ્તાનમાં અંગત અદાવતમાં મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ચાલુ વર્ષે ઓવરફલો થવાથી તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે સપાટી નોંધાઇ.

ProudOfGujarat

ભરૂચમા સ્થાનિક રોજગારીના મુદ્દે કોંગ્રેસ સમિતિના આગેવાનોની ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યોને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!