Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંપનીમાં ડ્રમ કટીંગ વેળાં કામદાર દાઝ્યો, તંત્રને જાણ ન કરાઈ 

Share

દહેજની કોન્ટીનેન્ટલ કાર્બન કંપની સામે કાયદાકિય કાર્યવાહીની કવાયત
જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં ઘટના બની હતી
ભરૂચ.
 દહેજમાં આવેલી કોન્ટીનેન્ટલ કાર્બન કંપનીમાં કામ કરતી વેળાં એક કામદાર દાઝી જતાં કંપનીએ તેને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવો હતો. કંપનીમાં અકસ્માત સર્જાયો હોવા સાથે કર્મચારી ઘવાયો હોવા છતાં કંપની સત્તાધિશો દ્વારા નિયમાનુસાર ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગને જાણ કરવામાં આવી ન હતી. દરમિયાનમાં વિભાગને જાણ થતાં તેમણે કંપની સામે કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.
દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કોન્ટીનેન્ટલ કાર્બન કંપનીમાં જૂન મહિનાના પહેલાં સપ્તાહમાં રીકુ ચેટરજી નામના એક કર્મચારી કામ કરી રહ્યો હતો. દરમિયાનમાં મોરફોલીન કેમીકલનું દૂચ કટીંગ કરતી વેળાં કામદાર ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાના પગલે કંપનીમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત કામદારને તાત્કાલિક સારવાર માટે ભરૂચની એક ખાનગી કંપનીમાં ખસેડ્યો હતો. કંપનીમાં કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય, અને તેમાં પણ કામદારો પર તેની અસર થઈ હોય તેવા કિસ્સામાં કોઈ પણ સંજોગોમાં કંપની દ્વારા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને ઘટનાની જાણ કરવાની થતી હોય છે. જોકે, તેમણે જાણ કરી ન હતી. દરમિયાનમાં ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગને ઘટનાની જાણ થતાં તેમણે કંપની સામે નિયમાનુસાર કાયદાકિય કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ ખાતે કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને યોજાયેલ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરાઇ.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ મંદિર સંચાલિત ગર્ભ સંસ્કારમાં પૌષ્ટિક શાકાહારી રસોઈ પ્રતિયોગિતા યોજાઇ.

ProudOfGujarat

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!