Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના જજીસ બંગ્લોઝ ખાતે ફરજ બજાવતો પોલીસકર્મી નશાની હાલતમાં ઝડપાયો

Share

ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર. એમ. વસાવા ઓફિસમાં હતાં. તે વેળાં તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અજીતે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, સેસન્સ જજ ગાંધી સાહેબે જણાવ્યું હતું કે, જજીસ બંગ્લોઝ ખાતેના ગાર્ડ તરીકેનો એક પોલીસ કર્મી નશો કરેલી હાલતમાં છે. જેથી આગળની કાર્યવાહી કરો. જેથી પીએસઆઇ એન. વી. પાટીલ તેમજ તેમની ટીમ તુરંત જજીસ બંગ્લોઝ ખાતે પહોંચી હતી. તેમણે ત્યાં હાજર ગાર્ડના કર્મચારીઓની પુછપરછ કરતાં ત્યાં કોન્સ્ટેબલ વિમલભાઇ તેમજ વુમન હોમગાર્ડ હિનાબેન તથા હેમાંગીબેનની પુછપરછ કરતાં કોન્સ્ટેબલ વિમલે જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલ નાનસીંગ સુરસિંગ હાલમાં જ રીક્ષામાં બેસીને પોલીસ હેડ ક્વાટર્સ તેમના રહેણાંક મકાને ગયાં છે. જેથી તેઓ પોલીસ હેડક્વાટર્સ ખાતે નાનસિંગ રાઠવાના રૂમ પર પહોંચ્યાં હતાં. તેઓએ જોતા નાનસીંગ નશાની હાલતમાં લોવારો કરતાં મળી આવ્યાં હતાં. તેઓ તોતડાતી ભાષામાં વાત કરતાં હોવા સાતે તેમની આંખો નશાથી લાલ ઘેરાયેલી હતી. અને તેઓ સીધી લીટીમાં ચાલી શકતાં ન હતાં અને લથડિયા ખાતાં હતા. તેમના મોઢામાંથી પણ દારૂ પીધેલાંનો સખત વાસ આવતો હતો. જેથી પોલીસે નાનસિંગ સુરાસિંગ રાઠવા (રહે. પોલીસ હેડક્વાટર્સ, ભરૂચ. મુળ રહે. દૂધાપુરા, તા. ઘોઘંબા, જી. પંચમહાલ) વિરૂદ્ધ ગુનો નોંધી  તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

એકતા નગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એકમ એસ. ઓ.યુ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના ડહેલી ગામમાં નદી ઉપર પુલના અભાવે ગ્રામજનો ધસમસતા પાણીમાંથી નનામી સ્મશાન સુધી લઈ જવા મજબુર.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!