Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શહેરની રોડ રસ્તા પાણી વીજળી સહિતના પ્રશ્નોને લઈને નગરપાલિકાને આવેદન : ટૂંક સમયમાં કામ નહીં થાય તો આંદોલનની ચીમકી

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના શહેર પ્રમુખ તેમજ અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચ
ભરૂચ નગરપાલિકા ભ્રષ્ટાચારમાં લીન થઇ શહેરની જનતાના પ્રાણ પ્રશ્નોને ધ્યાનમાં લઇને ઘોર નિંદ્રામાં છે. ત્યારે તેને જગાડવાના હેતુસર ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદન આપીને શહેરીજનોના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરી વહેલીતકે આ સમસ્યાઓનો નિકાલ લાવવા માટે તાકીદ કરી હતી. ઉપરાંત ચીમકી આપી હતી કે, ટૂંક સમયમાં જો, આ પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ભરૂચ જિલ્લાકોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતાં સમસાદઅલી સૈયદ તેમજ નગરસેવક હેમેન્દ્ર કોઠિવાલા સહિતના કોંગ્રેસી આગેવાનો તથા શહેરી જનતાએ ગુરૂવારે મોટી સંખ્યામાં એકત્ર થઇ ભરૂચ નગરપાલિકામાં ધામા નાંખ્યા હતાં. આગેવાનોએ પાલિકાના મુખ્યઅધિકારીને શહેરના વિવિધ મુદ્દાઓને લઇ આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ભરૂચનો એક ભવ્ય ઇતિહાસ હતો. જોકે, હાલમાંના સમયમાં ભરૂચ નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ એ ભરૂચ શહેરને ખંડેરમાં તબદિલ કરી નાખ્યું છે ભરૂચ શહેરમાં ખાડાવાળા સાંકડા રસ્તા રખડતા ઢોરો ની મંડળી મુખ્ય માર્ગો પર થયેલા દબાણ ના કારણે ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યા તેમજ ઠેર ઠેર ગમતી ના ઢગલા અને પીવા માટે ગંદુ અને પ્રદૂષણ યુક્ત પાણી થી ભરૂચ ની જનતા હાલમાં દયનીય હાલતમાં રહેવા મજબૂર બની છે તેમણે ઉમેર્યું હતું કે ભરૂચ શહેરના હાર્દ સમા એવા પાંચ બત્તી વિસ્તારમાંથી ઢાલ સુધીનો રસ્તો હોય કે શક્તિનાથ સુધીનો રસ્તો હોય કે પછી બંબાખાના હોય ફાટા તળાવ નગીના મસ્જિદ સુધીનો રસ્તો શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધીનો રસ્તો હોય શહેરના બધા રસ્તા પર હાલમાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે મહમદપુરા થી જંબુસર ચોકડી સુધીના તાજેતરમાં જ બનેલા રોડ પહેલા વરસાદમાં જ હાલતમાં થઈ ગયો છે જોકે નગરપાલિકાના પદ અધિકારીઓ અને અધિકારીઓ ખરાબ રસ્તા બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી શહેરમાં હાલમાં રખડતા ઢોરનો પણ મોટો પ્રશ્ન છે શહેરના તમામ મુખ્ય માર્ગો પર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠેલા જોવા મળે છે રખડતા ઢોરો ના કારણે શહેરીજનોને અકસ્માત થવા સાથે ઢોરો દ્વારા ભેટીયે દેતા ગંભીર ઇજાઓ થવાની ઘટનાઓ બની છે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી સર્જાય છે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરમાં પણ ટ્રાફિકની ભરૂચ જેવી સમસ્યા સજાતી નથી ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા આયોજન રીતે પૂર્વક સફાઈની કામગીરી કરવામાં આવતી ન હોવાને કારણે રોડ પર ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે ડોર ટુ ડોર પણ અનિયમિત છે છેલ્લા કેટલાક સમયથી ભરૂચ નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દહોળું હોવા સાથે ચીકણું હોવાની બુમ ઉઠી રહી છે પાલિકાને જાણ કરવામાં આવતી હોવા છતાં કોઈપણ પ્રકારના સુધારો થતો નથી શહેરમાં ચોમાસાની ઋતુ જામી છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે જેના કારણે લોકો બીમારીમાં સપડાવી રહ્યા છે પાલિકા દ્વારા નિંદ્રામાંથી જાગીને હવે ઘરે ઘરે કે પછી વોર્ડ વાઇસ ફોગિંગ કરાવવું જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી જાય ચોમાસામાં શહેરના મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઇટો બગડી જવાની અસંખ્ય ફરિયાદો આવી રહી છે વર્ષ 2018 ની જૂની લાઈટો હોવાથી તે લાઇટો પીળી પડી ગઈ હોવાથી પૂરતો પ્રકાશ ફેંકી શકતી નથી જેથી તેને બદલવી જરૂરી છે કેટલાય થાંભલા કાટ ખાઈ ગયા છે અને કેટલાય તૂટી ગયા છે પરંતુ એના બદલવા માટેની કાર્યવાહી થતી નથી ભરૂચ શહેરની જનતાની સમસ્યાઓને ટૂંક સમયમાં પાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી નગરપાલિકા નો ઘેરાવ કરી તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ નજીક બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

ProudOfGujarat

રાજપીપલા નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગુજરાત પર બિપરજોય વાવાઝોડું સંકટ ટાળવા દ્વારકાધીશ મંદિરે એક સાથે ચઢાવાઈ 2 ધજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!