Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIA

આંગણવાડી-તેડા ઘરની બહેનોને વહિવટી તંત્ર દ્વારા બીએલઓની કામગીરી સોંપવાના મુદ્દે ભારે વિરોધ

Share

માનદ વેતન પર કામ કરતી બહેનોને સરકારી કર્મચારી પણ ગણાતાં નથી : નીરૂ આહિર

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લાની આંગણવાડી અને તેડાધરની બહેનોને બીએલઓની કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવતાં તેનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. યશોદામૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે આંગણવાડી-તેડાઘર બહેનોએ એકત્ર થઈ બેએલઓની કામગીરીનો વિરોધ કરી કલેક્ટરને આવેદન આપ્યું હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે આંગણવાડી અને તેડાધરની બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી. તેમજ બીએલઓની કામગીરી સોંપવાના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું યશોદામૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ એકત્ર થયેલી આંગણવાડી અને તેડાઘરની બહેનોએ જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં માનદ વેતન પર ફરજ બજાવતી બહેનોને દબાણપૂર્વક બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે. જોકે આંગણવાડી કેન્દ્ર સંબંધિત કામગીરી કરતી બહેનો માનદ વેતન સાથે ફરજ બજાવે છે. રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોની વર્કર અને તેડાઘર બહેનોને નિયમિત સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવતાં નથી. હાઈકોર્ડનો ચૂકાદો છે કે, આંગણવાડી કેન્દ્રોની બહેનોને આંગણવાડી કેન્દ્ર સંબંધિત સિવાયની કામગીરી સોંપવા સામે મનાઈ ફરમાવી છે. છતાં પણ તેમના પર બીએલઓની કામગીરી માટે દબાણ કરાય છે.


Share

Related posts

માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ પદે ફારૂકભાઇ ઝીણાની વરણી.

ProudOfGujarat

ભરૂચની રૂંગટા સ્કૂલમાં ફાયર સેફ્ટી વર્કશોપનું આયોજન

ProudOfGujarat

સુરત ના ખોલવડ ગામના સરપંચ હારુન ટેલી પર ઘર બહાર પાંચ રાઉન્ડ ફાયરિંગ થતા ખળભળાટ મચ્યો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!