Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના સારણ ગામમાં રાત્રીના સમયે શંકાસ્પદ કાર જણાતા ગ્રામજનોએ પીછો કર્યો

Share

સારણ ગામે થોડા દિવસ આગાઉ લાખો રૂપિયાની ચોરી થતા ગ્રામજનો રાત્રી પેટ્રોલીગના કામે લાગ્યા

શંકાસ્પદ કાર ચાલકો સારણ,સાયખાં,વહિયાલ,ઓચ્છણ, પહાજ થઈ રોઝાટંકારીયા માર્ગે ગાયબ થઈ ગયા

Advertisement

ભરૂચ.

સારણ ગામમાં ગતરાત્રીના સમયે એક શંકાસ્પદ કાર જોવા મળી હતી.ગ્રામજનોએ પીછો કરવા છતાંય કાર હાથ ન લાગી ફરાર થઇ ગયા હતા.બનાવ ને પગલે વાગરા પોલીસ પર સક્રિય થઈ ગઈ હતી.પોલીસે સી.સી.ટીવી ફૂટેજ ના આધારે શંકાસ્પદ ગાડી ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રીના લગભગ બે વાગ્યાના અરસામાં સારણ ગામના યુવાનો કાર લઈને બહાર ગયા હતા.રાત્રીના સમયે ઘરે તેઓ પરત આવી રહ્યા હતા.ત્યાંજ ગામમાં પ્રવેશતા જ એક શંકાસ્પદ ઝાયલો કાર નજરે પડી હતી. કારમાં સવાર યુવકોને શંકાસ્પદ ગતિવિધિ જણાતા તેઓ નજદીક જઈ રહ્યા હતા.જોકે તેઓ પહોંચે તે પહેલાજ અજાણ્યા ઈસમોએ ઝાયલો કાર ફુલસ્પીડમાં હંકારી મૂકી હતી.થોડા દિવસ પહેલા જ ગામમાં લાખો રૂપિયાની મોટી ચોરી થઈ હોવાથી ગ્રામજનો સતર્ક બન્યા હતા.જેથી ગ્રામજનોએ તેઓનો પીછો કર્યો હતો.તે દરમિયાન સારણથી સાયખા માર્ગ પર ટર્નીગ નજીક ઝાયલો કાર રોડ નીચે ઉતરી ગઈ હતી.પીછો કરી રહેલા ગ્રામજનો પણ નજદીક આવી પહોંચ્યા હતા.પરંતુ ઝાયલો કારમાંથી પાંચ જેટલા ઈસમો નીચે ઉતર્યા હતા.જેથી ગ્રામજનો ભયભીત બની તેઓને પકડવાની હિંમત કરી ન હતી.ઝાયલો કારમાંથી ઉતરેલા ઈસમોએ કારને રોડ ઉપર ખસેડી ફરીથી કાર હંકારી મૂકી હતી.અને તેઓ કોઠીયા માર્ગ તરફ ભાગ્યા હતા. ગ્રામજનોએ હિંમત દાખવી સતત તેઓનો પીછો કરી રહ્યા હતા.આ દરમિયાન તેઓએ વાગરા પોલીસને પણ જાણ કરી હતી.જેથી વાગરા પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી.અને તાત્કાલિક દહેજ સહિત આસપાસના વિસ્તારોમા નાકાબંધી કરી હતી.ઝાયલો કાર ત્યાંથી વહિયાલ થઈ ઓચ્છણ અને પહાજ માર્ગે પડી હતી. ગ્રામજનો સતત પીછો કરતા રહ્યા હતા.આ દરમિયાન પહાજ ગામ નજીક GRD જવાન ઉપર ગાડી ચઢાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.જોકે તેનો આબાદ બચાવ થવા પામ્યો હતો. અજાણ્યા ઈસમો પહાજથી રોજાટંકારીયા માર્ગે ફુલસ્પીડે કાર ભગાડી ફરાર થઇ ગયા હતા.ગ્રામજનોના મતે ઝાયલો કારમાં ૫ જેટલા ઈસમો સવાર હતા.જેમના પહેરવેશથી શીખ જ્ઞાતિના લાગતા હતા.અને કારમાં ડુક્કર પણ જોવાય હતા.જેથી ડુક્કર પકડવા આવતા લોકો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી શકાય છે.જોકે પોલીસ વિસ્તારના તમામ CCTV ફૂટેજ ચકાસી રહી છે.અને શંકાસ્પદ કારની તપાસ કરી રહી છે.
હાલ તો વાગરા પોલીસ ગતરાત્રી ના આવેલ શંકાસ્પદ કાર સહિત સારણ ગામમાં થયેલ ચોરી નો ગુનો ડિટેકટ કરવા ના કામે એડી ચોટીનું જોર લગાવી રહી છે.


Share

Related posts

 છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ વિરોધી બિલ પાછું લે તે બાબતે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 

ProudOfGujarat

સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ પૈકી ૨૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું

ProudOfGujarat

રાજપીપળા : સાગબારાના નાલાકુંડ ગામે બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!