Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની ઇનર વ્હિલ ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો

Share

ભરૂચ.
ભરૂચની ઇનર વ્હિલ ક્લબ સંસ્થાના 60માં પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ 5 જૂલાઇના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં વર્ષ 2025-26 માટે ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ તરીકે યજ્ઞા પવન ત્રિવેદી અને સેક્રેટરી તરીકે શ્રુતિ અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી હતી.
તેમજ તેઓની તથા તેઓની ટીમની શપથ વિધી ડિસ્ટ્રીક્ટ 306ના ડિસ્ટ્રીક્ટ ચેરમેન અંક્લેશ્વર શહેરના જયશ્રી અમીપરા દ્વારા કરવામાં આવી હતી. આ સમારંભ દરમિયાન નો પ્લાસ્ટિક અવેરનેસ અને ઇ-વેસ્ટ જેવા પ્રોજેક્ટો કરવામાં આવ્યાં હતાં. તેમજ ભરૂચ જીલ્લાના વિવિધ સામાજિક સંસ્થાઓને આમંત્રણ  આપવામાં આવ્યું હતું. ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આખા વર્ષ દરમિયાન સમાજ ઉપયોગી એવા વિવિધ પ્રોજેક્ટો કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

Share

Related posts

દાહોદ જિલ્લામાં ૭૨ માં સ્વતંત્ર પર્વની આન બાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : તંત્ર નહિ સ્મશાન સાબિતી આપે છે, કોવિડ પ્રોટોકોલથી મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત, અત્યાર સુધીનો આંકડો ૬૦૦ ને પાર..!!

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને મુખ્યમંત્રીના હસ્તે સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસનો ચેક અર્પણ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!