Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભારતે જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટને અપનાવીઃ સૌપ્રથમ એનએફઓ થકી રૂ. 17,800 કરોડથી વધુ એકત્રિત કર્યા

Share

સંસ્થાકીય રોકાણકારોથી માંડીને વ્યક્તિઓ સુધી, જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

રિટેલ ગ્રાહકો હવે જિયોબ્લેકરૉક ફંડ્સમાં રોકાણ કરવા અને આગામી એનએફઓમાં ભાગ લેવા માટે JioFinance એપ દ્વારા તેમના ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ્સ ખોલાવી શકે છે

Advertisement

મુંબઈ, 07 જુલાઈ, 2025 – જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (જેએફએસએલ) અને બ્લેકરૉક વચ્ચેના 50:50 સંયુક્ત સાહસ જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ) રૂ. 17,800 કરોડના વિક્રમી કુલ રોકાણ (2.1 અબજ યુએસ ડોલર) સાથે તેની સૌપ્રથમ ન્યૂ ફંડ ઓફર (એનએફઓ)ના સફળતાપૂર્વક સમાપનની જાહેરાત કરે છે. આ એનએફઓમાં ત્રણ કેશ/ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ જેમ કે જિયોબ્લેકરૉક ઓવરનાઇટ ફંડ, જિયોબ્લેકરૉક લિક્વિડ ફંડ અને જિયોબ્લેકરૉક મની માર્કેટ ફંડનો સમાવેશ થાય છે.

ત્રણ દિવસનો આ એનએફઓ 30 જૂન, 2025ના રોજ લોન્ચ થયો હતો જેણે 90થી વધુ સંસ્થાકીય રોકાણકારોના રોકાણો આકર્ષ્યા હતા જે ડેટા સંચાલિત ઇન્વેસ્ટિંગ અને ડિજિટલ ફર્સ્ટ અભિગમના મિશ્રણ સાથે જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટની મૂલ્ય દરખાસ્તમાં વિશ્વાસ દર્શાવે છે. આ કેશ/ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને રિટેલ રોકાણકારો તરફથી પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો જેમાં 67,000થી વધુ વ્યક્તિઓએ ઓફર સમયગાળા દરમિયાન આ ફંડ્સમાં રોકાણ કર્યું હતું.

02 જુલાઈ, 2025ના રોજ બંધ થયેલો આ એનએફઓ ભારતના કેશ/ડેટ ફંડ સેગમેન્ટમાં સૌથી મોટા એનએફઓ પૈકીનો એક હતો જેણે જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટને 47 ફંડ હાઉસીસ પૈકી દેશમાં ડેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટની બાબતે ટોચની 15 એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં સ્થાન આપ્યું છે.

જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ દ્વારા ઓફર કરવામાં આવેલા આ સૌપ્રથમ ફંડ્સ કેશ અને ટૂંકા ગાળાની ફાળવણીના વિવિધ એકમોને મેનેજ કરવા તથા વિવિધ લિક્વિડિટી, રિસ્ક અને રિટર્ન હેતુઓને પહોંચી વળવા માટે રોકડને કામે લગાડવા માટે વિવિધ શ્રેણીની રોકાણકાર પસંદગીઓ પૂરી પાડે છે. ટૂંકા ગાળા માટેના ડેટ અને મની માર્કેટ મ્યુચ્યુલ ફંડ્સ લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓ કર્યા વિના ઓછી અસ્થિરતા ધરાવતા અને ટૂંકા ગાળાના ફંડ્સમાં રોકાણ કરીને ઉપજ મેળવવા ઇચ્છતા રોકાણકારો માટેનું સોલ્યુશન છે અને તે ક્લાયન્ટ્સને તેમની તરલતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટેની સુગમતા આપે છે. તે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવવા માંગતા લોકો, કોર્પોરેટ ટ્રેઝરી અને રિટેલ રોકાણકારો માટે ટૂલ્સ બની રહે છે.

જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સિડ સ્વામીનાથને જણાવ્યું હતું કે અમારા પહેલા એનએફઓને સંસ્થાકીય તથા રિટેલ રોકાણકારો તરફથી મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટની નવીનતમ રોકાણ ફિલસૂફી, રિસ્ક મેનેજમેન્ટ ક્ષમતાઓ અને ડિજિટલ ફર્સ્ટ અભિગમનું શક્તિશાળી પ્રમાણ છે. તમામ પ્રકારના રોકાણકારોને સેવાઓ પૂરી પાડવા ભારતના ઉભરતા રોકાણ ક્ષેત્રમાં એક પરિવર્તનકારી બળ બનવા તરફની અમારી સફરની આ મજબૂત શરૂઆત છે.

ખાતાં ખોલવા માટેની પહેલ

જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટના રોકાણો માટેના પદ્ધતિસરના અભિગમથી રિટેલ રોકાણકારોને લાભ કરાવવા અને તેઓ તેની આગામી ફંડ ઓફરિંગ્સમાં ભાગ લઈ શકે તે મટે કંપનીએ ખાતાં ખોલવા માટેની પહેલ (Account Creation Initiative)ની જાહેરાત કરી છે. ઓનબોર્ડિંગને સરળ બનાવવા માટે તૈયાર કરાયેલી આ પહેલથી ગ્રાહકો JioFinance એપ દ્વારા મિનિટોમાં જ રોકાણ માટે તૈયાર ખાતાં ખોલાવી શકે છે.

 

 


Share

Related posts

વાગરા તાલુકાની પ્રાથમિક શાળા આછોદ ખાતે કે.એમ. ભીમજીયાણી (IAS) એ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

ProudOfGujarat

પેટ્રોલનો ભાવ રૂ.40 ન થાય ત્યાં સુધી સાઇકલ ચલાવીશ: રાજકોટના ભાજપના આગેવાનની પ્રતિજ્ઞા..

ProudOfGujarat

અમદાવાદમાં એસ.પી રિંગ રોડ પર નિર્માણધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!