ભરૂચ.
અંક્લેશ્વર રેલવે સ્ટેશન ખાતે ચોરીની બે ઘટનાઓ બની હતી. બનાવ સંદર્ભે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંક્લેશ્વરના અંદાડા રોડ પર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્ક સોસાયટી ખાતે રહેતી રેશ્મી રાજન શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા રાજન કેરલા જવા માટે અંક્લેશ્વર રેલવે સ્ટેશનથી ભાવનગર કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનમાં જવાના હોઇ તેઓ રેલવે સ્ટેશને પહોંચ્યાં હતાં. તેમના પિતા તેમની પ્લેટફોર્મ ટિકિટ કાઢવા ગયાં હતાં. જ્યાંથી તેઓ પરત આવ્યાં બાદ તેઓ પ્લેટફોર્મ પર બેઠાં બાદ તેમને જાણ થઇ હતી કે, તેમના પિતાના શર્ટના ખિસ્સામાં મુકેલો ફોન ગુમ થઇ ગયો છે. તેમને બાદમાં ધ્યાનમાં આવ્યું હતું કે, પ્લેટફોર્મ ટિકિટે લેતી વેળાં કોઇએ તેમનો મોબાઇલ ચોરી કર્યો હશે. જેથી તેમણે આખરે ભરૂચ રેલવે પોલીસમાં મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
બીજી ઘટનામાં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના બોરલી પંચેતન ગામ ના જૂનેદ બિલાલ (કચ્છી) એપોતાના પરિવાર સહિત માનગાંવ(મહારાષ્ટ્ર)ના રેલ્વે સ્ટેશન ટ્રેનમાં બેસી અમદાવાદ જવા નીકળ્યા હતા. કુલમ એક્સ્પ્રેસ અંકલેશ્વર જકશન પાસે કોઈ ચેન પુલીંગ થતાં ટ્રેન ઊભી હતી તે દરમિયાન રાતના સમયે તેના માતા પોતાના માથા નીચે લેડીઝ પર્સ મૂકી સૂતેલા હતા. તે સમયે કોઈ અજાણ્યા ઇસમ તેમના કોચમાં આવી.તેની માતાના માથા નીચે મૂકેલું લેડીસ પર્સ ખેચી લઈ ચોરી કરી ચીલજડપે ટ્રેનમાથી નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. તે પર્સ રહેલ મોબાઈલ, રોકડા કુલ રૂ.૨૩,૫૦૦/- ચોરી થવા ની ફરિયાદ ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે.પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
