વેતનમાં વધારો નહીં, માનસિક ત્રાસ, પગારમાં કપાત સહિતના મુદ્દે રોષ
ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં બુધવારે આંગણવાડી બહેનોએ વેતનમાં વધારો નહીં, માનસિક ત્રાસ, પગારમાં કપાત સહિતના મુદ્દે રોષ વ્યકત કરી માસ સીએલ પર ઉતરી હતી. એક દિવસ કામથી અળગા રહી તેમણે વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં આંગણવાડી બહેનો દ્વારા અન્ય વિરોષ કાર્યક્રમો યોજવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય હેડ યુનિયન સીઆઈટીયુ ( સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ) હેઠળ ઓલ ઈન્ડિયા કાઉન્ડેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર્સ(આઈફા) સાથે સંકળાયેલું છે. ત્યારે આંગણવાડી બહેનો દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે લાંબા સમયથી માગણીઓ કરી રહી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૮ પછી કોઈ પણ જાતનો વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. ઉપરાંત રોજે રોજ પોષણ ટ્રેકરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારનો વધારાની કામગીરી નહી કરાવવાનો પરિપત્ર હોવા છતાં આંગણવાડીઓને વધારાનું કામ આપીને બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે. એફએસઆરને નામે લાભાર્થીના પોષણ અધિકારો છીનવી આંગણવાડી વર્કરોના વેતનમાં કપાત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા કરાતાં આગણવાડીઓના શોષણના વિશેષમાં બુધવારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના તમામ આંગણવાડી વર્કરો-હેલ્પરોએ માસ સીએલ પર રહી કામગીરીથી અળગા રહ્યાં હતા.
