શખ્સને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ સુરત ખસેડાયાં
એ ડિવિઝન પોલીસની ટીમ મામલાની ઊંડાણપૂર્વકની તપાસમાં જોતરાઈ
। ભરૂચ ।
ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતાં એક શખ્સના રહેણાંક મકાનનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કોર્ટમાં તે મામલે કેસ હોઈ ઘરની મહિલાઓ કોર્ટમાં ગઈ હતી. તે વેળાં શખ્સે ઘરમાં જાતે જ પોતાના ચપ્પુથી પોતાનું ગળું કાપી નાંખતા ઘરમાં લોહિલુહાણ હાલતમાં પડેલો હતો. દરમિયાનમાં ઘરની મહિલાઓ ઘરે આવતા દ્રશ્ય જોઈ તેઓ ડઘાઈ ગયાં હતાં. અને તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે સુરત ખસેડાયાં હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમે સમગ્ર ઘટનાની તપાસમાં જોતરાઈ છે.
ભરૂચ શહેરમાં આવેલાં દાંડિયાબજાર વિસ્તારમાં રહેતાં મનાલીબેન ચેતનભાઈ પટેલ તેમના પતિને ગળું કપાયેલી હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમના પરિવાર સાથે દાંડિયાબજાર અંબાજીમાતા મંદિર પાસેના એક મકાનમાં રહે છે. તેમના સાસુ સસરા ૧૯૭૪થી તે મકાનમાં રહે છે. જોકે, તે મિલકતને લઈને વિવાદ ઉભો થતાં વર્ષ ૨૦૧૩થી તે મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરમિયાનમાં ગઈકાલે દિપક રોજાહરા તેમજ અન્યએ તેમના ઘરે આવી આ ઘર અમારૂ છે તમે મકાન ખાલી કરી દો તેમ જણાવી ધાકધમકીઓ આપી હતી. બીજી તરફ શુક્રવારે કોર્ટમાં તેમનું કામ હોવાથી તેઓ કોર્ટમાં ગયાં હતાં. જયાંથી પરત ઘરે આવી દરવાજો ખોલી અંદર જોતાં તેઓ ડઘાઈ ગઈ ગયાં હતાં. તેમના પતિએ ચપ્પુથી પોતાનું ગળું કાપી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમના પતિ ત્યાં બેભાન પડયાં હતાં ત્યા લોહીનું ખાબોચિયુ ભરાઈ ગયું હતું. જેથી તેઓએ બુમરાણ કરતાં આસપાસના લોકોએ દોડી આવી તેમના પતિ ચેતન પટેલને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પ્રાથમિક સારવાર બાદ પણ તેમની હાલત ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યાં હતાં. ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમે સમગ્ર ઘટનાની તપાસમાં જોતરાઈ છે.
કોર્ટથી ઘરે આવી ત્યારે ઘટનાની જાણ થઈ ગઈકાલે દિપક રોજાહરાએ ઘરે આવી અમને ધમકીઓ આપી હતી. અને આ મકાન તેમની માલિકીનું છે કહી તકરાર કરી હતી. દરમિયાનમાં શુક્રવારે કોર્ટમાં કામ હોવાથી હું કોર્ટમાં ગઈ હતી. બપોરે તેઓએ ઘરે પરત જઈને જોતાં તેઓને ભારે આઘાત લાગ્યો હતો. તેમના પતિએ જાતે જ ચપ્પુથી પોતાનુ ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. (મનાલી ચેતન પટેલ, ઈજાગસ્તની પત્ની, ભરૂચ)
