Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લીંબડીની કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન તથા ઇન્ટ્રોડક્શન કાર્યક્રમ યોજાયો

Share

લીમડી.

શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત, શ્રી.એ.આર.એસ. સખીદા આર્ટસ, સી.સી. ગેડીવાલા કોમર્સ તથા સી.સી .હોમ સાયન્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન તથા ઇન્ટ્રોડક્શન કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

લીંબડી મીલ રોડ પર આવેલ સખિદા આર્ટસ એન્ડ કોમર્સ અને હોસાયન્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન તથા ઇન્ટ્રોડક્શન (સ્વાગત કાર્યક્રમ) કોલેજના ઈ.પ્રિન્સિપાલ  કે.એમ.ઠક્કર સાહેબ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રો.ડો. કિરપાલસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ પરિવારના વિવિધ વિષયોના અધ્યાપકો, વહીવટી સ્ટાફ, કોલેજમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો, વિષય અને પરીક્ષાઓ નિયમિત હાજરી, અભ્યાસ વિષયક, અભ્યાસ પૂરક તથા અભ્યાસે તર પ્રવૃત્તિઓ અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ ડો.કે.વી. ભેસાણીયા દ્વારા કરવામાં આવી હતી.


Share

Related posts

પાટણના કમલીવાડા ગામે તસ્કરો રૂ.64 હજારની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

વાંકાનેરમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ઘરેલું હિંસા અંગે નારી જાગૃતિ સેમીનાર યોજાયો

ProudOfGujarat

ઈસા ફાઉન્ડેશન યુ.કે.ના સૌજન્યથી તેમજ મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇખર ગામના ગરીબ વર્ગના પરિવારોને અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!