Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો ભવ્ય શુભારંભ

Share

ભરૂચ જિલ્લા માટે અંકલેશ્વરમાં પ્રથમવાર વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ
ભરૂચ.
 
અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો ભવ્ય શુભારંભ
અંકલેશ્વર – હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.
ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી. લોકાર્પણ પેહલા વૈદિક યજ્ઞ, વૃક્ષારોપણ કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો.
અંકલેશ્વરમાં 110 બેડની જયમીન પટેલ અને સહયોગીઓ દ્વારા કાર્યરત આ હોસ્પિટલ જિલ્લામાં પ્રથમ વર્લ્ડક્લાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ બની રહેશે. જેમાં મેડિસિન વિભાગ અને તાત્કાલીક સારવાર કેન્દ્ર. સર્જરી વિભાગ, તમામ લૅપ્રોસ્કોપિક, કેન્સર સર્જરી થશે. પેથોલોજી અને માઇક્રોબાયોલોજી સાથે ન્યુરો સુર્જરી વિભાગ, સ્પાઇન અને ન્યુરો સર્જરી ઘર આંગણે ઉપલબ્ધ કરાઈ છે.
રેડિયોલોજી, સી.ટી. સ્કેન, સોનોગ્રાફી, અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે, ENT, બર્ન્સ વિભાગ, આઇસોલેશન યુનિટ, આધુનિક ICU યુનિટ, એન્ડોકાઈનોલોજી, ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન વિભાગથી હોસ્પિટલ સજ્જ છે. 24X7 ઇમરજન્સી અને એમ્બ્યુલન્સ સેવા સાથે ફાર્મસી, વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરી વિભાગ, સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગ, 3D/4D, લેપ્રોસ્કોપિ સર્જરી, કીટલ મેડિસિન, એન્ડોમેટ્રીઓસીસ ક્લિનિક, આઇવીએફ કેન્દ્ર, ઓર્થોપેડિક વિભાગ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, ટ્રોમા, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટરની આરોગ્ય સિવિધા ઉપલબ્ધ કરાઈ છે.
તમામ સ્પેશિયાલીસ્ટ, સુપર સ્પેશિયાલીસ્ટ ડૉક્ટર, OPD સાથે સૌથી વિશાળ અને અદ્યતન હોસ્પિટલમાં દરેક સારવાર વચ્ચે દર્દીઓ અને તેમના સંબંધીઓને નિઃશુલ્ક ભોજન પણ પૂરું પાડવામાં આવનાર છે.

Share

Related posts

અંકલેશ્વરનાં ત્રણ પોલીસ મથકોમાં ઝડપાયેલા 51 લાખ રૂપિયાનાં દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવતા બુટલેગરો અને નશા કરનારાઓમાં રોષ ફેલાયો હતો.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વમાં પતંગબાજીના શોખે ૧૬ લોકોનાં ભોગ લીધા ગુજરાતમાં

ProudOfGujarat

ગોધરા : તક્ષશિલા પાઠશાળાની વિદ્યાર્થિની વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવતા સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!