Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી : માત્ર 43.79% પાણી બચ્યું.

Share

નર્મદા જિલ્લામા વરસાદ ખેંચાયો છે. જિલ્લામાં વરસાદ પડતો હોવાથી ભર ચોમાસે અસહ્ય ગરમી પડી રહી છે. વરસાદ અદ્રશ્ય થયો હોવાથી નર્મદાના તમામ ડેમોમા પાણીની આવક ઘટી જવા પામી છે. ડેમો ખાલી થવા માંડયા છે.

ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી રહી છે. હાલ કરજણ ડેમમાં વરસાદ ખેચાતા માત્ર 43.79% પાણી બચ્યું છે. અર્થાત 56% ડેમ ખાલી થઈ ગયો છે. કરજણ ડેમના બંને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ પડતા વીજ ઉત્પાદન થપ્પ થઈ ગયું છે. હાલ કરજણ ડેમની સપાટી 102.01 મીટર છે. લાઈવ સ્ટોરેજ 211.91 મિલિયન ઘન મીટર છે. જયારે ગ્રોસ સ્ટોરેજ 235.92મિલિયન ઘન મીટર છે.

હાલ વરસાદ ખેંચાયો હોવાથી ગરમીને કારણે બાષ્પીભવન થઈ જવાથી ડેમનું પાણી ઉડી જવાથી પણ પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. હજી વરસાદ ખેંચાતા ખેતીના પાક અને બિયારણ નષ્ટ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો સિંચાઈ માટે કરજણ જળાશયના કેનાલોમા પાણી છોડવાની માંગ ઉઠી છે. ત્યારે ડેમ હજી ખાલી થશે. જો આ સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો ડેમોની સ્થિતિ નાજુક બની શકે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડાઈ.

ProudOfGujarat

વડોદરામાં ટીપી 13 ફુલવાડી વિસ્તારમાં કોર્પોરેટરોને જાણ કર્યા વગર ડમ્પિંગ સાઈડ બનાવતા ભારે વિરોધ.

ProudOfGujarat

નવસારીમાં યુવા કોંગ્રેસનો પૂતળા દહનનો ફિયાસ્કો, કોઈ ફરક્યું જ નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!