કંપનીના સીસીટીવી ફૂટેજમાં બે તસ્કરો કંડેરાયાં
ભરૂચ.
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલાં સુખધામ રેસિડન્સી ખાતે રહેતાં રાજેશ વિષ્ણુ રાવલ પાલેજ જીઆઇડીસીમાં આવેલી સ્ટીલકો ગુજરાત કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 9મી જૂલાઇએ હિટાચી સ્ટીલ રોલિંગ મીલની બાજુમાં આવેલાં આરજીએમ ઓપરેટરે તેમને જણાવ્યું હતું કે , આરજીએમ મશીન અને શોર્ટ બ્લાસ્ટીંગ મશીન પર લગાવેલાં 100 મીર કોપર પાવર કેબલ અને કંન્ટ્રોલ કેબલ વિથ ફિટીંગ એસેસરીઝ અને પેનલ બોક્ષથી બસ બાર ડ્રાઇવ મશીનમાંથી કપાયેલાં છે. જેથી તેઓએ પ્લાન્ટના સીસીટીવી ફૂટેજ તપાસતાં રાત્રીના 2:20 વાગ્યાના અરસામાં બે શખ્સો કંપનીની કંપાઉન્ડ વોલ કુદીને અંદર પ્રવેશી પાવર કેબલ, કન્ટ્રોલ કેબલ, કોમ્પ્રેસર સેટ સહિત કુલ 1.86 લાખથી વધુની મત્તાનો સામાન ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
