Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સિટી સેન્ટર સામે એક્ટિવા-રીક્ષા ચાલક વચ્ચે ધિંગાણું : 7 સામે ફરિયાદ નોંધાઇ

Share

એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ.
ભરૂચમાં શાકભાજીની લારી ચલાવતો રાહુલ વિજય વસાવા તેની પુત્રી અને પત્નીને લઇને સિટી સેન્ટરમાં આવેલાં ગેમઝોનમાં ગયાં હતાં. તેમની પુત્રીને ગેમઝોનમાં રમાડ્યાં બાદ તેઓ પરત ઘર જવા માટે એક્ટિવા લઇને નિકળ્યાં હતાં. દરમિયાનમાં સિટી સેન્ટરમાંથી બહાર નિકળતી વેળાં એક રિક્ષા ચાલકે રસ્તામાં વચ્ચે જ તેની રિક્ષા ઉભી રાખી હોઇ તેને રિક્ષા હટાવવા કહેતાં તેણે હું રીક્ષ નહીં ખસેડું તેમ કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના પગલે રિક્ષા ચાલકે તેની સાથે ઝઘડો કર્યો હતો. ઉપરાંત તેના સાગરિતોને બોલાવતાં અન્ય ત્રણેક જણાએ દોડી આવી તેમના પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે તેમણે એ ડિવિઝન પોલીસ મથકે ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બનાવમાં મહાવીર નગર ઝૂપડપટ્ટી ખાતે રહેતાં પ્રકાશ પ્રેમજી ઘીવાલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમના પુત્ર સાથે રેલવે સ્ટેશને જમવાનું લેવા માટે જઇ રહ્યાં હતાં. દરમિયાનમાં તેઓ સિટી સેન્ટર સામે ઉભા રહ્યાં હતાં. તે વેળાં એક એક્ટિવા પર સવાર યુગલે તેમને મારે પાર્કિંગમાંથી એક્ટિવા કાઢવી છે તારી રિક્ષા હટાવી દે તેમ કહીં અચાનક ઉશ્કેરાઇ જઇ અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. ઉપરાંત નજીકમાં હાજર તેના કોઇ પરીચિતને બોલાવતાં ત્રણેયે મળી તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

Share

Related posts

ભરૂચનાં જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલ હાફેઝ હાડવેર માં લાગી ભીષણ આગ

ProudOfGujarat

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી શકમંદ ઈસમ પાસેથી મોબાઈલ ફોન,ઘડિયાળ સહિતનો સામાનનો કબ્જો લઈ અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલ્યો

ProudOfGujarat

વિરમગામ ખાતે આરોગ્ય અધિકારીઓ,કર્મચારીઓ માટે રોટા વાયરસ રસી અંગેનો વર્કશોપ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!