Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના વિવિધ પ્રશ્નોને લઈને સામાજિક સંસ્થાએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું 

Share

ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી અજય એન્જિનિયરીંગને ભરૂચમાં કામ અપાયાનો આક્ષેપ
1 ભરૂચ 1
ભરૂચની એક સામાજિક સંસ્થા દ્વારા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત બ્લેકલીસ્ટ કરાયેલી અજય એન્જિનિયરીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને ભરૂચમાં બ્રિજ બનાવવાની કામગીરી કેવી રીતે આપવામાં આવી તેની તપાસ કરવાની માગ કરવામાં આવી હતી.
સામાજિક સંસ્થાએ આવેદન પત્રમાં આક્ષેપ કર્યો છે કે, ભરૂચ શહેરમાં રોડ-રસ્તા, પીવાના પાણી અને ગટરની મોટી સમસ્યાનો સામનો રહિશોને કરવો પડી રહ્યો છે. તવરા પહી પર રસ્તો બનાવવાની ધીમી કામગીરીને કારણે તે રોડ પર આવેલાં ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સરકાર એક તરફ નલ સે જલની વાતો કરે છે ત્યારે શહેરની સોસાયટી વિસ્તારોમાં હજી સુધી પીવાલાયક પાણી મળતું નથી. ઉપરાંત ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ જવાના તેમજ ઝાડેશ્વર ચોકડીથી લઈને શ્રવણ ચોકડી સુધી ટ્રાફિકની મોટી સસમ્યા છે. જેના કારવો નોકરિયાત વર્ગ અને સામાન્ય જનજીવન પર ભારે અસર પડે છે. ત્યારે તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે.બીજી તરફ ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. સાથે સાથે ભરૂચ જિલ્લામાં ઢાઢર નદી પર આવેલો બ્રિજ, નર્મદા નદી પરનો સરદાર બ્રિજ, ભરૂચ-દહેજ ઔદ્યોગિક એકમને જોડતાં બિજનું મેઈન્ટેનન્સ કરવામાં આવે અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માગકરી હતી.
સંસ્થાએ આક્ષેપ કર્યો હતો કે, એબીસી ચોકડીથી લઈને શ્રવણ ચોકડી સુધી જે ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. તે કામ અજય એન્જીનીયરીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી. ને સોંપવામાં આવ્યું છે. જે બ્લેકલીસ્ટ કરાયેલી કંપની છે. જેને ખુબ મોટા પાયે ભષ્ટ્રાચાર કરેલો છે. તેના પુરાવા સંસ્થાએ પહેલાં રજૂ કર્યા હતાં. જેમાં પુનઃ તે વિષયને લઈને બીજા નવા પુરાવા સાથે રજૂઆત કરી ભરૂચમાં આવી ભ્રષ્ટ કંપનીને કયાં કારણોસર કામ સોંપવામાં આવ્યું. કયાં નેતા કે મંત્રીના કહેવાથી કે પછી કોઈ અધિકારીના કહેવાથી આ કામ સોંપાયું તેની તપાસ થવી જોઈએ.

Share

Related posts

સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી : દંડની વસુલાત ડિજિટલ રીતે પણ કરવામાં આવશે !

ProudOfGujarat

અંકલેશ્વર નગર સેવા સદનના ગંદા પાણીની વહન કરતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક ખેતરોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ચારણી ગામે ખેડૂત સંવાદ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!