Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોઃ ચોખ્ખો નફો લગભગ 28 ટકા વધી રૂ. 747 કરોડે પહોંચ્યો

Share

ઇરડાના નિયમ મુજબ 1 ઓક્ટોબર, 2024ની અસરથી લાંબા ગાળાની પ્રોડક્ટ્સને 1/n આધાર પર ગણવામાં આવે છે આથી નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળાના પરિણામો અગાઉના સમયગાળા સાથે સરખાવી શકાય તેમ નથી.
·        નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) રૂ. 77.35 અબજ રહી હતી જે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 76.88 અબજ કરતાં 0.6 ટકાનો વધારો દર્શાવે છે જેની સામે ઉદ્યોગનો વૃદ્ધિ દર 8.8 ટકા હતો. 1/n એકાઉન્ટિંગ નિયમોની અસરને બાકાત રાખતા કંપનીની જીડીપીઆઈ નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 4.8 ટકા વધી હતી જેની સામે ઉદ્યોગનો વૃદ્ધિ દર 12.8 ટકા હતો.
·        નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં કમ્બાઇન્ડ રેશિયો 102.9 ટકા હતો જેની સામે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં તે 102.3 ટકા હતો. નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં કરવેરા પહેલાનો નફો રૂ. 7.74 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 28.4 ટકા વધીને રૂ. 9.94 અબજ થયો હતો.
    ·        નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં મૂડી લાભ રૂ. 2.84 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વધીને રૂ. 3.80 અબજ થયો હતો.
·        નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 5.80 અબજ હતો જે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 28.7 ટકા વધીને રૂ. 7.47 અબજ થયો હતો.
·        નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં રિટર્ન ઓન એવરેજ ઇક્વિટી (આરઓએઈ) 19.1 ટકા હતું જે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 20.5 ટકા રહ્યું હતું. 30 જૂન, 2025ના રોજ સોલ્વન્સી રેશિયો 2.70 ગણો હતો જે 31 માર્ચ, 2025ના રોજ 2.69 ગણો હતો જે 1.50 ગણાની લઘુતમ નિયમનકારી જરૂરિયાત કરતા ઊંચો હતો.
 નોંધઃ
કમ્બાઇન્ડ રેશિયો = (કુલ થયેલા ક્લેઇમ્સ/કુલ મેળવેલું પ્રીમિયમ) + (મેનેજમેન્ટ ખર્ચ – રિઇન્શ્યોરન્સ પરનું કમિશન) / નેટ રિટર્ન પ્રીમિયમ
મેનેજમેન્ટ ખર્ચ = સીધું ચૂકવેલું કમિશન + રિઇન્શ્યોરન્સ ઇનવર્ડ પર ચૂકવેલું કમિશન + ઇન્શ્યોરન્સ બિઝનેસને લગતા ઓપરેટિંગ ખર્ચા
રિટર્ન ઓન એવરેજ ઇક્વિટી (આરઓએઈ) = ચોખ્ખો નફો / ((ઓપનિંગ નેટ વર્થ + ક્લોઝિંગ નેટવર્થ) /2)
નેટ વર્થ = શેર મૂડી + અનામતો અને સરપ્લસ

 

Advertisement

Share

Related posts

આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી.

ProudOfGujarat

નડિયાદ સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં ૨૩ મી બેન્ચનો પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્ધારા વિરમગામ ટેકસેશન પ્રેક્ટિસનર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!