Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોટક લાઇફે વારસાની વ્યાપક સુરક્ષા માટે કોટક સિગ્નેચર ટર્મ પ્લાન લોન્ચ કર્યો

Share

મુખ્ય ખાસિયતોઃ

· કિફાયતી પ્રીમિયમ સાથે ઊંચું લાઇફ કવર

Advertisement

· પગારદાર વ્યવસાયિકો, મહિલાઓ, ઓનલાઇન ખરીદી કરનારાઓ અને અન્ય માટે ડિસ્કાઉન્ટ્સ

· સ્પેશિયલ એક્ઝિટ ઓપ્શન – તમારા તમામ પ્રીમિયમ પાછા મેળવો*

· વધુ સુરક્ષા માટે રાઇડર્સ – કોટક એક્સીડેન્ટલ ડેથ બેનિફિટ, કોટક પર્મેનેન્ટ ડિસેબિલિટી બેનિફિટ અને કોટક ક્રિટિકલ ઇલનેસ પ્લસ બેનિફિટ

મુંબઈ, 18 જુલાઇ, 2025 – કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે કોટક સિગ્નેચર ટર્મ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે ઉભરતા સમૃદ્ધ પગારદાર વ્યવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે ખાસ બનાવાયેલો પ્યોર પ્રોટેક્શન ટર્મ ઇન્શ્યોરન્સ સોલ્યુશન છે. આ પ્લાન સ્પર્ધાત્મક પ્રીમિયમ પર નોંધપાત્ર કવરેજ આપે છે અને મજબૂત નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે જેનાથી પરિવારો પોતાની જીવનશૈલી જાળવી શકે તથા પોતાનો વારસો બનાવવાનું ચાલુ રાખી શકે.

કોટક લાઇફના એમડી અને સીઈઓ મહેશ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે કોટક લાઇફ ખાતે અમારું ધ્યાન એવા સોલ્યુશન આપવા પર હોય છે જે પ્રસ્તુત અને ભવિષ્યલક્ષી એમ બંને હોય. કોટક સિગ્નેચર ટર્મ પ્લાન ભારતના વધી રહેલા સમૃદ્ધ વ્યવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે કાળજીપૂર્વક બનાવાયેલું સોલ્યુશન છે. તે તેમની આકાંક્ષાઓ સાથે સંલગ્ન હોય તેવા ખાસ લાભો પૂરા પાડે છે અને બદલાતી ગ્રાહક જરૂરિયાતોને સમજવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને વિશ્વાસ સાથે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લોકોને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ભારત એવી મહત્વાકાંક્ષી અને જાતે આગળ આવી રહેલા લોકોની નવી પેઢી જોઈ રહ્યો છે જેઓ ન કેવળ કમાય છે પરંતુ સક્રિયપણે રોકાણો કરે છે, બચત કરે છે અને પોતાના પરિવારોના ભવિષ્યની સુરક્ષા માટે વારસો બનાવે છે. આવા લોકો વિવિધ સાધનો દ્વારા પોતાના પરિવારના ભવિષ્યને આકાર આપે છે. જોકે નાણાંકીય પ્રગતિની સાથે ઘણીવાર પૂરતું સુરક્ષાનું આયોજન થતું હોતું નથી.  આ અંતરને પૂરવા માટે કોટક લાઇફ ટર્મ ઇન્શ્યોરન્સ સોલ્યુશનનો વ્યાપક સંપુટ રજૂ કરે છે જે જીવનના વિવિધ તબક્કા તથા નાણાંકીય પ્રાથમિકતાઓને સંતોષે છે. કોટક સિગ્નેચર ટર્મ પ્લાન ઉભરતા સમૃદ્ધ વર્ગની બદલાતી જતી જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને અનુરૂપ પર્સનલાઇઝ્ડ લાભો આપીને આ પોર્ટફોલિયોમાં વધારો કરે છે અને તેઓ જે વારસો બનાવવા માંગે છે તેને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.


Share

Related posts

ભરૂચના માથાભારે બુટલેગર દ્વારા દારૂ ની હેરાફેરી કરવા જતા એ ડિવિઝને ઝડપી લીધા હતા જ્યારે બે માથાભારે બુટલેગર ફરાર

ProudOfGujarat

પતિના મૃત્યુ બાદ બાળકો સાસુ લઇ જતાં મહિલાએ એસીડ પીતા અન્નનળી સંકોચાઇ ગઇ : સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી સાજી કરી

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ઝંખવાવ સરકારી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ નો કાર્યક્મ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!