Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શબરી સ્કૂલના બે છાત્રો વચ્ચે ઝઘડો થતાં એકના પિતાએ રીસ રાખી બીજા વિદ્યાર્થીને તમાચા મારી, જાનથી મારવાની ધમકી આપી

Share

ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર ગામે નિઝામવાડીમાં રહેતાં ચિરાગ નિઝામાનો પુત્ર વ્યોમ શબરી વિદ્યાલયમાં ધો. 12માં અભ્યાસ કરે છે. બપોરે પોણા બાર વાગ્યે તે વાનમાં બેસી સ્કૂલ ગયો હતો. જે બાદ સાંજે તે પરત ઘર આવતાં તે રડવા લાગતાં પરિવારે તેનું કારણ પુછતાં જણાવ્યું હતું કે, સ્કૂલમાં તેની સાથે ભણતાં મિત્ર સ્મિત જય નિઝામા વેદ કલ્પેશ નિઝામાનો તેમની સ્કૂલમાં જ ભણતાં રક્ષિત રાજ સાથે ઝઘડો થયો હતો. જેથી સાંજે સ્કૂલ છૂટવાના સમયે રક્ષિતના પિતા સંદિપકાકાએ સ્કૂલે આવી તેને અને સ્મિતને થપ્પડો મારી તેમજ ચપ્પલોથી માર માર્યો હતો. તેમજ વેદ નિઝામાને પણ મારવા માટે શોધતો હતો. સંદિપ કાકાએ વ્યોમ અને તેમના મિત્રોને ધમકાવ્યો હતો કે, તમામ મા-બાપને કહીં દેજો જ્યાં લડવું હોય ત્યાં આવી જાય, હવે પછી મારા છોકરાનું નામ લીધું છે તો તમને મારીને સ્કૂલની પાસે આવેલી ગટરમાં નાંખી દઇશ તેવી ધમકી પણ આપી હતી. દરમિયાનમાં વેદના પિતા કલ્પેશ તેમજ સ્મિતની માતા ત્યાં આવતાં તેઓએ આચાર્ય પાસે જઇ ફરિયાદ કરતાં સંદિપકાકાએ ત્યાં પણ વ્યોમ અને તેના મિત્રોને માર માર્યો હતો. તેમ છતાં તેમની સામે શાળા સંચાલકો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથ હતી. જેથી આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ભેળસેળ યુક્ત ખાધતેલનું ખુલ્લેઆમ વેચાણ : તંત્ર ઘોરનિંદ્રામાં

ProudOfGujarat

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

સુરત યોગી ચોક ખાતેની તુલશી દર્શન સોસાયટી ખાતે કારમાં લાગી આગ-ધટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ કાબુમાં લીધી-કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!