Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝનોર એનટીપીસી ખાતે ૩૦૦થી વધુ કર્મચારીઓ કામથી અળગા રહી હડતાળ પર ઉતર્યા

Share

કંપની દ્વારા આર્થિક-માનસિક શોષણ કરાતું હોવાનો કર્મચારીઓનો આક્ષેપ

૨૦ વર્ષથી ફરજ બજાવતો ઓટો બેઝનો કર્મીને બે મહિનાથી નોકરી પરથી દૂર કર્યો

Advertisement

ભરૂચ.

ભરૂચ તાલુકામાં આવેલાં ઝનોર ગામ ખાતેની એનટીપીસી કંપનીમાં ફરજ બજાવતાં ૩૦૦થી વધુ કર્મચારીઓએ ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ કામથી અળગા રહી હડતાળ પર ઉતર્યા હતાં. કંપનીમાં કરજ બજાવતા કામદારોનો કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ સામે વિરોધ ભભુકી ઉઠયો છે.

ભરૂચ તાલુકામાં આવેલા ઝનોર ગામની એનટીપીસી કંપનીમાં કરજ બજાવતાં કર્મચારીનું આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. તેમણે ઉમેયું હતું કે. કંપનીમાં ૨૦ વર્ષથી ફરજ બજાવતા ઓટો બેઝના કર્મચારીને છેલ્લા બે મહિનાથી વિના કારણ નોકરી પરથી દૂર કરી દેવામાં આવ્યાં છે. ઉપરાંત કંપનીમાં ઓવરટાઈમ, વિકલી ઓફ અને જીપીએસ જેવી સુવિધાઓનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ડ્રાઇવરો પાસે સતત ૨૪-૨૪ કલાક કામ કરાવાય છે. જેથી તેમને આરામ પણ મળતો નથી. લેબર એક્ટનો પણ ખુલોઓમાં ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ એટીપીસી કંપનીના મેનેજમેન્ટ વિભાગ દ્વારા કેફિયત રજૂ કરવામાં આવી હતી કે, કર્મચારીઓ દ્વારા જે હડતાય કરવામાં આવી છે તે ગેરકાયદે છે. સમગ્ર મામલો રીઝનલ લેબર કમિશ્નરની કચેરીમાં પેન્ડીંગ હોઈ તેની હાલ ૧૯ મી જૂલાઈએ જ સુનાવણી થઈ હતી. જેમાં રીઝનલ લેબર કમિશ્વરે આગામી ૨૫મી જૂલાઈ સુધી કોઈપણ પ્રકારની હડતાળ કે કામબંધ કરવા જેવી કોઈ ગતિવિધી કરી શકાશે નહી તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. તેમ છતાં તેઓ ખોટી રીતે હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓને અગાઉ જે એલાઉન્સ મળતાં હતાં તે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતાં હતા. કંપનીને તેમાં કોઈ સંબંધ નથી. જોકે, ભારતીય મજદૂર સંવે કામદારોની માંગણીઓ નહીં સંતોષાય તો સ્થિતી વધુ ગંભીર બનશે તેવી ચિમકી આપી હતી.


Share

Related posts

અંકલેશ્વર : નાગલથી અડોલ ગામ જતા રોડ પર શેરડીના ખેતરમાં સંતાડેલ શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ..!

ProudOfGujarat

નડિયાદના અરેરા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૧.૬૫ લાખ ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદમાબેનના કાર્યાલયનું ઉદઘાટન …!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!