Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેશનલ હાઇવે પર ખાડાના કારણે કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર ડિયાવડર કુદાવી ટ્રકમા ભટકાઇ : એકનું મોત બેને ઇજા

Share

ભરૂચ.
સુરતના કતારગામ ખાતે રહેતાં રત્નાભાઇ પ્રભુભાઇ રબારી તેમના પિતરાઇ ભાઇ જીવા મહાદેવ રબારીની કારમાં તેમની પત્ની સાથે પાલનપુર તેમના વતને જવા માટે નિકળ્યાં હતાં. તેઓ ભરૂચ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં રાત્રીના બે વાગ્યાના અરસામાં જીએનઅફસી બ્રિજના ઉત્તર છેડા પાસે આવેલાં પેટ્રોલ પંપની સામે બ્રિજ પર આવતાં રોડ પર ખાડો આવી જતાં કાર ચાલવી રહેલાં તેમના પિતરાઇ  ભાઇ જીવાભાઇએ કાર સાઇડમાં કરવા છતાં કાર બેકાબુ થઇ ફંગોળાઇને ડિવાઈડર  ક્રોસ કરી સામેથી વડોદરા તરફથી આવતી એક ટ્રકમાં ધડકાભેર કાર અથડાઇ ગઇ હતી. અકસ્માતમાં જીવાભાઇનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે રત્નાભાઇ તેમજ તેમની ભાભીને સામાન્ય ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલાં લોકોએ ટ્રક ચાલકન ેપકડતાં તેનું નામ રામસિંહ હરીસિંઘ પ્રજાપપતિ રહે. અસલાવી રોડ, અમદાવાદ) હોવાનું માલુમ પડ્યું હતું. તે તેની ટ્રકમાં પાવડર ભરીને અમદાવાદથીહજીરા સુધી જઇ રહ્યાં હોવાનું માલુમ પડ્યું હતુ઼. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકાના ભાજપના ઉમેદવારે ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી..

ProudOfGujarat

ભરૂચ : રાજપારડીમાં BTP નાં હોદ્દેદારો સામે મારામારીનાં મુદ્દે થયેલી ફરિયાદનાં વિરોધમાં બીટીપી અને બીટીએસ દ્વારા વળતો આક્ષેપ કરી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા નિવારવા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!