Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ટ્રાફિક પોલીસની કડક ચેકિંગ ડ્રાઈવ : ત્રણ દિવસ સુધી કાર્યવાહી ચાલશે

Share

ભરૂચ
ભરૂચ જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા 28 જુલાઈથી 30 જુલાઈ સુધી ત્રણ દિવસીય વિશેષ ટ્રાફિક ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર જિલ્લાના તમામ પોલીસ મથકોને આ ડ્રાઈવમાં ફરજિયાત રીતે જોડાવા સૂચના આપવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત વાહનચાલકોના ટ્રાફિક નિયમો ઉલંઘન કરવા બદલ સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે વાહનચાલકો હેલમેટ વિના, મોબાઇલ ફોન વાપરીને વાહન ચલાવે છે કે પછી વાહન પર ગેરકાયદેસર નંબર પ્લેટ લગાવે છે, આવા કેસોમાં પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.  જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોએ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિયમોના ઉલંઘનકારો સામે દંડ તેમજ કાયદેસર કાર્યવાહી થશે, તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.અધિકારીઓના જણાવ્યા મુજબ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસની ટીમો વિવિધ ટ્રાફિક પોઇન્ટ્સ પર તૈનાત રહેશે અને નીચેના મુદ્દાઓ પર ખાસ ચેકિંગ હાથ ધરશે
હેલમેટ વગર વાહન ચલાવવું
વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ
ગેરકાયદેસર નંબર પ્લેટ
સીટબેલ્ટનો અભાવ
રોંગ સાઇડ ડ્રાઇવિંગ
વાહનમાં ડાર્ક ફીલ્મ
નિયમથી વધુ પેસેન્જર લઈ જવું
ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું

Share

Related posts

અંકલેશ્વર ઇનરવહીલ કલબ ઘ્વારા આજરોજ જીઆઇડીસી શાક માર્કેટ ખાતે કાપડ ની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરુચની પોલીટેનિક કોલેજ ના ગ્રાઉન્ડ માં યોજાયો 11માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો..

ProudOfGujarat

લખીમપુર ખીરી કેસ : સંયુક્ત કિસાન મોરચા દ્વારા 18 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!