બિસ્માર માર્ગ બાબતે ભરૂચ જિલ્લા તેમજ ઝગડિયા તાલુકાનું તંત્ર મુકપ્રેક્ષકની ભૂમિકામાં તંત્રના પાપે નિર્દોષ વાહન ચાલકો જીવ ગુમાવી રહ્યાંછે સામેથી રોંગ સાઇડે આવતી ફોર વ્હિલને લઇને કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કુદીને પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો
ભરૂચ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તલુકામાંથી પસાર થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર થતાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં તંત્રના પાપે દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.આ ધોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર બની રહ્યો હોઇ કેટલાક વાહનચાલકો મજબુરીથી રોંગ સાઇડે જતા હોવાનું દેખાય છે,જોકે કેટલાક અકસ્માતોમાં રોંગ સાઇડે જતા વાહનો કારણરૂપ બનતા હોવાનું પણ જોવા મળે છે. અઠવાડિયા અગાઉ ઝઘડિયા નજીક એક બસ અને ઇકો ગાડી વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા,જ્યારે ગતરોજ સાંજના રાજપારડી ઉમલ્લા વચ્ચે હરિપુરા ગામ નજીક એક ફોર વ્હિલ ગાડી પલ્ટી મારી જતા ફોર વ્હિલમાં બેઠેલ બે યુવકો અને ત્રણ યુવતીઓ પૈકી બે યુવતીઓ ગંભીર રીતે જખ્મી થતાં તેમના સ્થળ ઉપરજ મોત થયા હતા. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભરૂચના વેજલપુર ખાતે રહેતો પિંતેશ કાન્તિભાઇ મિસ્ત્રી ઉ.વર્ષ ૨૧,તેની મંગેતર ફાલ્ગુની વસાવા ઉ.વર્ષ ૨૪ તેમજ પિંતેશનો મિત્ર જેમિશ બાબુભાઈ મિસ્ત્રી તથા જેમિશની પત્ની રીયાબેન મિસ્ત્રી અને જેમિશના નાનાભાઇની પત્ની વંચિતાબેન મિસ્ત્રી ઉ.વર્ષ ૨૨ તમામ રહે.ભરૂચના ફોર વ્હિલમાં રાજપીપલા તરફ જઇ રહ્યા હતા,ત્યારે તે દરમિયાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં રાજપારડી ઉમલ્લા વચ્ચે સંજાલી અને હરિપુરા ગામોના પાટિયાં વચ્ચે સામેથી રોંગ સાઇડે એક ફોર વ્હિલ ગાડી આવતી જણાતા યુવક યુવતીઓને લઇને પુર ઝડપે જતી ફોર વ્હિલ કારના ચાલક જેમિશભાઇ મિસ્ત્રીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર ડિવાઇડર ઉપર ચઢીને સામી સાઇડે બે ત્રણ પલ્ટી મારી ગઇ હતી. કાર પલ્ટી મારી જતા તેમાં બેઠેલ લોકો પૈકી ફાલ્ગુનીબેન વસાવા અને વંચિતાબેન મિસ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બન્નેના સ્થળ ઉપરજ કરુણ મોત થયા હતા,જ્યારે કારમાં સવાર અન્ય બે યુવકો અને એક યુવતી ઇજાગ્રસ્ત થયા હતા,ઇજાગ્રસ્તોને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ અકસ્માતની ઘટનામાં પણ સામેથી રોંગ સાઇડે આવતું વાહન નિમિત્ત બન્યું હોય એમ તાલુકામાં રોંગ સાઇડે જતા વાહનોના મુદ્દે ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે પિંતેશ કાન્તિભાઇ મિસ્ત્રીની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
બોક્સ : ઝગડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ભ્રષ્ટાચારીઓના પાપે બિસ્માર બન્યો
ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ભ્રષ્ટાચારીઓના પાપે બિસ્માર બનતા ઉમલ્લાથી અંકલેશ્વર તરફ જતા વાહન ચાલકો મજબૂરીમાં રોંગ સાઇડે વાહનો હંકારી રહ્યાંછે રોંગ સાઇડે વાહનો ચોવીસ કલાક દોડતા તાલુકામાં અકસ્માતો વધતા નિર્દોષ વાહન ચાલકો તેનો ભોગ બની રહ્યાંછે પાછલા સપ્તાહમાં ઝગડીયાના વાઘપુરા પાસે ઇકો કાર અને એસ.ટી.બસ સામસામે અથડાતા બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા આ ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી તેવામાં રવિવારે બીજો ગોઝારો અકસ્માત રાજપારડી અને ઉમલ્લાની વચ્ચે નોંધાયો હતો આ અકસ્માતમાં રાજપારડી તરફથી રાજપીપલા તરફ જતી કારના ચાલકની સામે રોંગ સાઈડમાં આકસ્મિક કોઈક વાહન આવી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બે ત્રણ પલ્ટી મારી જતા બે યુવતીઓના કરુણ મોત નીપજ્યા હતા વર્ષોથી ચોમાસા દરમિયાન ઝગડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ભંગાર હાલતમાં ફેરવાઈ જાયછે અવારનવાર તાલુકાવાસીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવતી હોઇછે છતાં ભરૂચ જિલ્લાના તેમજ ઝગડિયા તાલુકાના તંત્ર દ્વારા કોઈજ અસરકારક પગલાં લેવામાં આવતા નથી માર્ગ બિસ્માર બનવાના કારણે ઝગડિયા, રાજપારડી તેમજ ઉમલ્લાના બજારોમાં આવતા ગ્રાહકો પણ આવતા ખચકાતા હોવાથી બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળતા વેપારીઓને પણ મોટુ નુકશાન વેઠવાનો વારો આવતો હોઇછે ભરૂચ તેમજ તાલુકાનું તંત્ર આળશ ખંખેરી બિસ્માર માર્ગ બાબતે કોઈ નક્કર આયોજન કરે તે જરૂરી બન્યુંછે
