Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ફોર-વેની ધીમી કામગીરીને લઈ ૫ કિમીનો ટ્રાફિક જામ

Share

પોલીસ દ્વારા ખાસ ખાસ બંદોબસ્ત રાખી સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ

સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી ટ્રાફીકને અનેક લોકો અટવાયા

Advertisement

ભરૂચ.

ભરૂચ શહેરમા સોમવારે વહેલી સવારથી જ મેઘમલ્હાર રહ્યો હતો. ત્યારે વરસાદમાં ઝાડેશ્વર ચોકડથી લઈ તથા સુધીમાં પાંચ કિલોમીટર તથા ઝાડેશ્વર ચોકડીથી સીટી તરફ જતાં રસ્તા પર ચાર કિલોમીટરના ટ્રાફીકજામ સર્જાતા અનેક રાહદારીઓ અને વાહનચાલકો ફસાતા હેરાન પરેશાન થઈ ગયા હતા.

ઝાડેશ્વર ચોકડથી પરથી તવરા સુધીના ચાર માર્ગીય રોડ કામગીરી હાલ તો મંદગતિએ ચાલી રહી છે ત્યારે ઝાડેશ્વરથી તવરા સુધીના ચાર કિલોમીટરના માર્ગની એક બાજુની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે ત્યારે બીજી બાજુની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના માર્ગની કામગીરી મંદ ગતિએ ચાલતા અનેક રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. આજે વહેલી સવારે વરસતા વરસાદમાં ઝાડેશ્વર ચોકડીથી તવરા રોડ ઉપર પાંચ કિલોમીટરનો ટ્રાફીક જામ થતા તેની અસર ભરૂચ સીટીમાં પણ જોવા મળી હતી. જે ઝાડેશ્વર ચોકડીથી લઈ જવોતિ નગર સુધીના માર્ગ ઉપર ચક્કાજામના કરવો જોવા મળ્યા હતા. ત્યારે આ ટ્રાફીક જામની અસર નેશનલ હાઈવે પર પણ જોવા મળી હતી. નેશનલ હાઈવે પર પણ ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. હાલ તો ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર માર્ગીય રોડની કામગીરીને લઈ બે મહિના પુરતો મોટા વાહનો માટે વન વે જાહેર કરવામાં આવ્યો છે.

ત્યારે અહીં અપુરતા પોલીસ બંદોબસ્તના કારણે ખુબ જ મોટા પ્રમાણમાં વહેલી સવારે કંપનીઓની લકઝરી બસો પાર્કિંગ પ્લોટમાંથી એક સાથે નીકળતા રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાતો હોય છે. આમ તો રોજબરોજ એક થી બે કિલોમીટરનો ટ્રાફીક જામ રહેતો જ હોય છે પરંતુ આજે ચાલુ વરસાદમાં ટ્રાફીકજામ સર્જાતા સવારે ૯ કલાકથી લઈ બપોરના ૨ વાગ્યા સુધી ટ્રાફીકના અસર જોવા મળી હતી. ત્યારે આજે સર્જાયેલા ટ્રાફીક જામમાં ઝાડેશ્વર સી.ડીવીઝન પોલીસ સ્ટાફ પણ ઝાડેશ્વર ચોકડી પર દોડી આવી ટ્રાફીક જામને હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઉલ્લેખનીય છે કે વારંવાર અહી ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા પણ રજુઆતો કરવામાં આવતી હોય છે પરંતુ પોલીસ કે તંત્રને આ સમસ્યાના ઉકેલમાં કોઈ જ રસ દેખાતો નથી તેમ લાગી રહ્યું છે.

 

વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં સમયસર ન પહોંચી શક્યાં

 ટ્રાફિકજામને કારણે તેમાં શાળા-કોલેજના છાત્રોને લાવતાં લઈ જતાં વાહનો પણ અટવાઈ જવાને કારણે ઘણા છાત્રો શાળા-કોલેજ પર સમયસર નહીં પહોંચી શકતાં તેમના શિક્ષણને અસર પડી હતી. વહિવટી તંત્ર વહેલી તકે કામગીરી પુર્ણ કરાવવા સાથે અન્ય કોઈ રસ્તો કરી આપે તો સમસ્યાનું નિરાકરણ આવી શકે છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.
અમારા ધંધા-રોજગાર પર અસર જોવા મળી રહી છે

ભરૂચ જિલ્લામાં આવેલાં રોડ - રસ્તાના કામોની મંથરગતિની કામગીરીને કારણે વાહન ચાલકોને આ રોડ પરથી વાહન ચાલાકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ આજે વરસાદી માહોલને કારણે વાહનવ્યવહાર પણ અટવાયો છે. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદ રહેવાનો હોવાથી થિતી વધુ વિકટ બને તેવી ભિતી સેવાઈ રહી છે.
વાહનોનો સમય બદલાય તો ટ્રાફિક નિવાર થાય

ઝાડેશ્વર ચોકડીથી નવરા તરફ જવાના રોડ પર કંપનીઓની બસો માટેનું મોટું પાર્કિંગ આવેલું છે. ત્યારે કંપનીની બસોના સમયમાં ફેરફાર કરવામાં આવે અને જે રસ્તો છે તેના પર પડી ગયેલાં ખાડાઓનું પુરાણ કરવામાં આવે તો ટ્રાફીકનો પ્રશ્ન હલ થઈ શકે છે તેમ સ્થાનિકોએ જણાવ્યું છે. પિક-અવર્સમાં બાળકોને શાળા-કોલેજમાં જવાનું હોય છે. ઉપરાંત નોકરિયાત વર્ગ પણ તે જ સમવે કામે જવા નિકળતો હોવાથી સ્થિતી ખરાબ બની રહી છે.


Share

Related posts

ભરૂચમાં અનાજ કરિયાણાની દુકાનમાંથી 1.20 લાખની ચોરી કરી બે ગઠિયા ફરાર

ProudOfGujarat

ઓલપાડ તાલુકાનાં ’13 રન એન્ડ રાઇડર ગૃપ’ નાં સભ્યો કોરોના મહામારી સામે બાથ ભીડવા સંકલ્પબદ્ધ…

ProudOfGujarat

નર્મદાના તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ મંદિર ખાતે 74 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!