Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એ.સી.બી.ની સફળ કાર્યવાહી: પોરબંદરમાં નાયબ પર્યાવરણ ઇજનેર લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા

Share

ભરૂચ

એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પોરબંદરના નાયબ પર્યાવરણ ઇજનેર રાજેશભાઈ વિઠલભાઈ ચૌહાણ (ઉ.વ. 55)ને રૂ. 1,25,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા છે.

Advertisement

ફરીયાદીએ આપેલી માહિતી મુજબ, પોરબંદર જિલ્લાના સુદામા ડેરી પ્લાન્ટમાં કોઇ ખામી ન કાઢવા અને પ્લાન્ટ બંધ ન કરાવા માટે દર મહિને રૂ. 25,000ની લાંચની માગણી આરોપી દ્વારા કરવામાં આવી હતી. કુલ પાંચ મહિના માટે આરોપીએ રૂ. 1,25,000/-ની લાંચ માંગેલી હતી.
ફરીયાદીને આ લાંચ આપવી અયોગ્ય લાગી, જેના પગલે તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો. એ.સી.બી. પોરબંદર યુનિટે ફરિયાદના આધારે છટકાનું આયોજન કરી આરોપી સામે પક્કા પુરાવા સાથે ટ્રેપ ગોઠવી.
તા. 30/07/2025ના રોજ, પોરબંદરમાં માધવાણી કોલેજ સામે આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઓફિસ ખાતે જ આપેલી લાંચની રકમ સ્વીકારતી વખતે આરોપી રાજેશભાઈ ચૌહાણને એ.સી.બી. દ્વારા રંગે હાથ ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી લાંચની પૂરી રકમ રૂ. 1,25,000/- ની રીકવરી પણ કરવામાં આવી.
આ સફળ ટ્રેપની કામગીરી બી.કે. ગમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, પોરબંદર એ.સી.બી. તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન બી.એમ. પટેલ, મદદનીશ નિયામક (I/C), ACB જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું.
એ.સી.બી.એ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચની માગણી કરે તો તરત 1064 હેલ્પલાઇન નંબર અથવા નજીકની ACB ઓફિસનો સંપર્ક કરવો.

 


Share

Related posts

સુરત જિલ્લાના ૪૦ લાભાર્થીઓને ‘કુંવરબાઈનું મામેરૂ’ યોજના હેઠળ સહાય.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની આનંદ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના કરાડ ગામેથી પાવાગઢની પગપાળા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!