Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે ઘરમાં જ જુગાર રમતાં પાંચ ઝબ્બે

Share

પોલીસે કુલ 16 હજાર રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ.

Advertisement

અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે આવેલી શાલીમાર સોસાયટીમાં રહેતાં અમિષ હસમુખલાલ મોદી તેમના રહેણાંક ઘરમાં તેમના પરીચિતો સાથે જુગારની મહેફિલ જમાવે છે તેવી ચોક્કસ બાતમી અંક્લેશ્વરના પીઆઇ આર. એચ. વાળાની ટીમને મળી હતી. જેના પગલે તેમણે તેમના સર્વેલન્સની ટીમના પીએસઆઇ આર. એ. અસ્વારને જાણ કરતાં તેઓએ સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે ઘરમાં જુગાર રમતાં 5 જુગારીયા અમિષ હસમુખલાલ મોદી, અશ્વિન છોટાલાલ ઘીવાલા, વિનોદ કાલીદાસ પટેલ, ભરત માણેકજી મોમાયા તેમજ હિતેશ મગન રાઠોડને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની પાસેથી દાવપર લાગેલાં તેમજ અંગઝડતીના મળી કુલ 16 હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી હતી. ટીમે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી બહાર લાવી વેચનાર આરોપીના 10 દિવસીય રિમાન્ડ મંજૂર

ProudOfGujarat

નર્મદા જિલ્લા કલેક્ટર શાહના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક.

ProudOfGujarat

હાથી, હાથીની ગતિ એ ચાલે છે પાછળ કુતરાઓ ભસે છે તે પાછું વળીને જોતો નથી, સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!